
કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સના કેપ્ટને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી અને KKR ને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. KKR ના બેટ્સમેનોએ પિચ પર ભેજનો ઉપયોગ કરીને કોલકાતાને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવાની ગુજરાતની રણનીતિને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી. તેમણે ક્રીઝ પર આવતા જ ગુજરાતના બોલરો સામે ફટકાબાજી શરુ કરી દીધી. બંને ઓપનરોએ મેદાનના દરેક ખૂણામાં શોટ માર્યા અને રનનો ઢગલો કર્યો. KKRએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા.
KKR ના ઓપનર ફિન એલને ક્રીઝ પર હતો ત્યાં સુધી છગ્ગાની સુનામી મચાવી. માત્ર 21 બોલમાં અડધી સદીનો આંકડો પાર કરનાર એલને 34 બોલમાં 4 ચોગ્ગા અને 10 વિશાળ છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા. તેણે 273.53 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી ગુજરાતની બોલિંગ લાઈન-અપને તોડી નાખી હતી. તેણે સાઈ કિશોરની એક ઓવરમાં 16 રન અને અરશદ ખાનની એક ઓવરમાં 22 રન ફટકારી સ્ટેડિયમમાં હાજર દર્શકોનું ભારે મનોરંજક કર્યું હતું. એલનની ઈનિંગને કારણે KKR એ 11 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા અને વિશાળ સ્કોરનો પાયો નાખ્યો.
Back-to-back fifties for our Starboy pic.twitter.com/H9IA1UpIrv
— KolkataKnightRiders (@KKRiders) May 16, 2026
ફિન એલનના આઉટ થયા પછી પણ કોલકાતાના રન રેટમાં ઘટાડો થયો નહીં. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ શાનદાર ઇનિંગ રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યો. 44 બોલનો સામનો કરનારા રઘુવંશીએ 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 82 રન બનાવ્યા. તેની સાથે કેમેરોન ગ્રીને પણ ગુજરાતના બોલરોને ધોઈ નાખ્યા. ગ્રીને માત્ર 28 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા અને અણનમ રહ્યો. આ ત્રણેય બેટ્સમેનોની આક્રમક બેટિંગથી KKRએ 12.35 ના રન રેટથી 247 રન ફટકાર્યા.
— KolkataKnightRiders (@KKRiders) May 16, 2026
KKRના બેટ્સમેનોને ગુજરાત ટાઇટન્સના મુખ્ય બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 50 રન આપીને એક વિકેટ લીધી, જ્યારે સ્ટાર સ્પિનર રાશિદ ખાને 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 57 રન આપી દીધા. અરશદ ખાન અને સાઈ કિશોર જેવા બોલરો રનની સ્પીડ રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા.