AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: KKR ના બેટ્સમેનોએ 22 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા, ગુજરાત સામે 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો

ઈડન ગાર્ડન્સ ખાતે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ બેટ્સમેનોએ તબાહી મચાવી હતી. ફિન એલનની વિનાશક ઇનિંગ, અંગક્રિશ રઘુવંશી અને કેમેરોન ગ્રીનની આક્રમક બેટિંગનીમ મંદથી KKR એ નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. KKR ના બેટ્સમેનોએ 22 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

Breaking News: KKR ના બેટ્સમેનોએ 22 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા, ગુજરાત સામે 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો
Allen Raghuvanshi Green FiftyImage Credit source: X
| Updated on: May 16, 2026 | 9:49 PM
Share

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સના કેપ્ટને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી અને KKR ને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. KKR ના બેટ્સમેનોએ પિચ પર ભેજનો ઉપયોગ કરીને કોલકાતાને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવાની ગુજરાતની રણનીતિને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી. તેમણે ક્રીઝ પર આવતા જ ગુજરાતના બોલરો સામે ફટકાબાજી શરુ કરી દીધી. બંને ઓપનરોએ મેદાનના દરેક ખૂણામાં શોટ માર્યા અને રનનો ઢગલો કર્યો. KKRએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા.

માત્ર 21 બોલમાં ફિન એલનની ફિફ્ટી

KKR ના ઓપનર ફિન એલને ક્રીઝ પર હતો ત્યાં સુધી છગ્ગાની સુનામી મચાવી. માત્ર 21 બોલમાં અડધી સદીનો આંકડો પાર કરનાર એલને 34 બોલમાં 4 ચોગ્ગા અને 10 વિશાળ છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા. તેણે 273.53 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી ગુજરાતની બોલિંગ લાઈન-અપને તોડી નાખી હતી. તેણે સાઈ કિશોરની એક ઓવરમાં 16 રન અને અરશદ ખાનની એક ઓવરમાં 22 રન ફટકારી સ્ટેડિયમમાં હાજર દર્શકોનું ભારે મનોરંજક કર્યું હતું. એલનની ઈનિંગને કારણે KKR એ 11 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા અને વિશાળ સ્કોરનો પાયો નાખ્યો.

રઘુવંશી-ગ્રીનની આક્રમક બેટિંગ

ફિન એલનના આઉટ થયા પછી પણ કોલકાતાના રન રેટમાં ઘટાડો થયો નહીં. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ શાનદાર ઇનિંગ રમીને ટીમના સ્કોરને આગળ વધાર્યો. 44 બોલનો સામનો કરનારા રઘુવંશીએ 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 82 રન બનાવ્યા. તેની સાથે કેમેરોન ગ્રીને પણ ગુજરાતના બોલરોને ધોઈ નાખ્યા. ગ્રીને માત્ર 28 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા અને અણનમ રહ્યો. આ ત્રણેય બેટ્સમેનોની આક્રમક બેટિંગથી KKRએ 12.35 ના રન રેટથી 247 રન ફટકાર્યા.

ગુજરાતની બોલિંગ લાઈન-અપ ધ્વસ્ત

KKRના બેટ્સમેનોને ગુજરાત ટાઇટન્સના મુખ્ય બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 50 રન આપીને એક વિકેટ લીધી, જ્યારે સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 57 રન આપી દીધા. અરશદ ખાન અને સાઈ કિશોર જેવા બોલરો રનની સ્પીડ રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા.

Breaking News: 6,6,6,6,6,6,6,6,6,6,.. 21 બોલમાં ફિફ્ટી, 35 બોલમાં 93 રન, ફિન એલને મચાવ્યો કહેર

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">