
આઈપીએલની સૌથી ચર્ચિત મેચમાં કાંઈ એવું જોવા મળ્યું જેની હાલ ચર્ચા થઈ રહી છે. બુમરાહ અને હેઝલવુડ જેવા દિગ્ગજો જે કામ ન કરી શક્યા તે કામ એક ખેલાડીએ કરી બતાવ્યું છે. 15 વર્ષના બેટસમેન વૈભવ સૂર્યવંશી આ વખતે ગોલ્ડન ડકનો શિકાર થયો હતો. આ મોટી વિકાટ પર સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેમજ તેના ચાહકો તો ખુબ ખુશ હતા. સાથે હૈદરાબાદની ટીમની માલકિન કાવ્ય મારન પણ જશ્નમાં ડુબી હતી. હવે કાવ્યા મારનનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સોમવારના રોજ રાજસ્થાન રોયલ્સની ઈનિગ્સની શરુઆત થઈ તો બધાની નજર ઓરેન્જ કેપ હોલ્ડર વૈભવ સૂર્યવંશી પર હતી પરંતુ હૈદરાબાદના બોલર પ્રફુલ હિંગે કાંઈ બીજું વિચારી રાખ્યું હતુ. પ્રફુલે એક હાર્ડ લેંથ બોલ નાંખ્યો અને વૈભવે પુલ શોર્ટ રમવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાજુ કાવ્ય મારન પોતાની સીટ પર બેઠી હતી અને આ નજારો જોઈ સીટ પરથી ઉભી થઈ ગઈ હતી. તે પ્રાર્થના કરી રહી હતી કે, આ કેચ ન છુટે.
Vaibhav Sooryavanshi ✅
Dhruv Jurel ✅
Lhuan-dre Pretorius ✅A dream start for Praful Hinge on his #TATAIPL debut
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/wLOPGPCqgR
— IndianPremierLeague (@IPL) April 13, 2026
વિકેટકીપર સલિલ અરોડાએ આગળ આવી કેચ પકડી લીધો હતો. હૈદરાબાદની ટીમ ખુશ થઈ હતી. કાવ્ય મારન પણ ખુશીથી નાચવા લાગી હતી. તેનું રિએક્શન બતાવે છે કે, વૈભવ સૂર્યવંશી આઉટ થતા હૈદરાબાદ માટે કાવ્યા મારનનું રિએક્શન કેટલું ખાસ છે.સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 57 રનથી હરાવ્યુંજીતનો સિલસિલો અટકી ગયો હતો. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સની સતત ચાર જીતનો સિલસિલો તૂટી ગયો.
પ્રફુલ હિંગે રાજસ્થાન રોયલ્સ સામે 4 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ લીધી. તેણે પોતાની પહેલી ઓવરમાં 3 વિકેટ લીધી, જે IPL ડેબ્યૂમાં આવું કરનાર પ્રથમ બોલર બન્યો છે.