AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાન રોયલ્સ-ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર 2 મેચમાં બે વાર થયો ટોસ, ગિલની જીત અમાન્ય ગણવામાં આવી, મોટો વિવાદ

IPL 2026 Qualifier 2: મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં બે વાર ટોસ કરવો પડ્યો હતો. શુભમન ગિલે પહેલો ટોસ જીત્યો પણ તેને નકારી કાઢવામાં આવ્યો. જે બાદ બીજીવાર ટોસ થયો જેમાં રિયાન પરાગે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી. બે વાર ટોસ બાદ વિવાદ ઉભો થયો હતો. ચાલો જાણીએ મેચમાં બે વાર ટોસ કેમ થયો. જાણો શા માટે.

Breaking News: રાજસ્થાન રોયલ્સ-ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર 2 મેચમાં બે વાર થયો ટોસ, ગિલની જીત અમાન્ય ગણવામાં આવી, મોટો વિવાદ
Toss controversy
| Updated on: May 29, 2026 | 7:46 PM
Share

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની બીજી ક્વોલિફાયર મેચ દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. બે વાર ટોસ કરવો પડ્યો હતો, જેના કારણે શુભમન ગિલ ખૂબ જ નિરાશ થયો હતો. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે પહેલો ટોસ જીત્યો હતો, પરંતુ મેચ રેફરીએ ટોસ નકારી કાઢ્યો. બીજા ટોસના પરિણામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રશ્ન એ ઊભો થાય છે કે બે વાર ટોસ કેમ કરવો પડ્યો અને પહેલો ટોસ કેમ નકારી કાઢવામાં આવ્યો.

GT vs RR મેચમાં બે વાર ટોસ કેમ થયો?

આ મેચમાં પ્રથમ ટોસ રદ કરવો પડ્યો કારણ કે મેચ રેફરીએ રિયાન પરાગનો કોલ સાંભળ્યો ન હતો. તેથી, મેચ રેફરીએ પ્રથમ ટોસ રદ કર્યો. દુઃખની વાત છે કે શુભમન ગિલ બીજો ટોસ હારી ગયો, અને તેનાથી રિયાન પરાગ અને રાજસ્થાનને ફાયદો થયો. રાજસ્થાને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું, જે મુલ્લાનપુર સ્ટેડિયમની પિચને ધ્યાનમાં રાખીને એકદમ વાજબી નિર્ણય હતો.

રિયાન પરાગ પહેલો ટોસ હાર્યો હતો

આ ટોસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રિયાન પરાગે શરૂઆતમાં હેડ્સ કોલ કર્યો હતો, પરંતુ ટેલ્સ આવ્યો હતો. આમ ગુજરાતે ટોસ જીત્યો હતો, પરંતુ મેચ રેફરી પ્રકાશ ભટ્ટે તે સાંભળ્યું નહીં. જ્યારે ટોસ ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો, ત્યારે રિયાન પરાગે ફરીથી હેડ્સ બોલ્યો, અને આ વખતે હેડ્સ આવ્યો અને રાજસ્થાન રોયલ્સ ટોસ જીત્યું. ત્યારે ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ નિરાશ થયો હતો. જે બાદ ગુજરાત ટાઈટન્સના ઘણા ખેલાડીઓ આ ઘટના વિશે રિયાન પરાગને પ્રશ્નો પૂછતા રહ્યા.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">