Breaking News: ગુજરાત ટાઈટન્સે છેલ્લી મેચમાં મળેલી હારનો બદલો લીધો, RCB ને 4 વિકેટથી હરાવ્યું

GT vs RCB: IPL 2026 ની 42મી મેચમાં ગુજરાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવ્યું. આ ટુર્નામેન્ટમાં RCBનો ત્રીજો પરાજય હતો, જ્યારે ગુજરાતે તેની પાંચમી મેચ જીતી. આ વિજય સાથે ગુજરાતે RCB સામેની પોતાની પાછલી હારનો બદલો લીધો.

Breaking News: ગુજરાત ટાઈટન્સે છેલ્લી મેચમાં મળેલી હારનો બદલો લીધો, RCB ને 4 વિકેટથી હરાવ્યું
Gujarat Titans beat Royal Challengers Bengaluru
Image Credit source: X
| Updated on: May 01, 2026 | 12:13 AM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કારમો પરાજય થયો. ગુજરાતની જીતમાં અરશદ ખાન, જેસન હોલ્ડર અને શુભમન ગિલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલા બેટિંગ કરતા RCB 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું અને 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે લક્ષ્ય હાંસલ કર્યું. આ સિઝનમાં નવ મેચમાં ગુજરાતનો આ પાંચમો વિજય છે, જ્યારે RCBનો નવ મેચમાં ત્રીજો પરાજય થયો છે.

 

RCBની બેટિંગ નિષ્ફળ ગઈ

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું, જે નિર્ણય સમજદારીભર્યો સાબિત થયો. RCB ની શરૂઆત ખરાબ રહી, જેકબ બેથેલને સિરાજે 5 રન પ આઉટ કર્યો. આક્રમક બેટિંગ કરતા વિરાટ કોહલીએ રબાડાની ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા, પરંતુ રબાડાના બાઉન્સરથી તે 28 રને આઉટ થયો. પડિકલ અને પાટીદારે ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ RCB નો કેપ્ટન પાટીદાર 19 રને આઉટ થયો. જીતેશ શર્માએ માત્ર 1 રને હોલ્ડરનો શિકાર બન્યો. ટિમ ડેવિડને રાશિદ ખાન દ્વારા 9 રને આઉટ કરવામાં આવ્યો. પડિકલે ચોક્કસપણે કેટલાક સારા શોટ રમ્યા, રાશિદ ખાનના શાનદાર બોલથી બોલ્ડ થયા પહેલા તેણે 40 રન બનાવ્યા.

 

શુભમન ગિલે ગુજરાતને ઝડપી શરૂઆત અપાવી

ગુજરાતની શરૂઆત ખરાબ રહી, સાઈ સુદર્શનને 6 રનમાં ગુમાવી દીધો, પરંતુ શુભમન ગિલે જોશ હેઝલવુડની પહેલી ઓવરમાં 24 રન ફટકાર્યા. તેણે 18 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 43 રન બનાવ્યા. જોસ બટલરે 19 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 39 રન બનાવ્યા. અંતે, રાહુલ તેવતિયાએ ગુજરાતને વિજય અપાવ્યો. આ જીત સાથે, ગુજરાતે RCB સામે હારનો બદલો લીધો. RCBએ પોતાના ઘરઆંગણે ગુજરાતને 5 વિકેટથી હરાવ્યું હતું. RCBએ 206 રનના લક્ષ્યનો પીછો કરવા માટે 7 બોલ બાકી રહેતાં મેચ જીતી હતી. પરંતુ હવે ગુજરાતે મેચ જીતી છે.

Breaking News: વિરાટ કોહલીએ 12,000 રન ફટકારી બનાવ્યો એક મહાન રેકોર્ડ, એશિયામાં પહેલીવાર થયો આ કમાલ

Published On - 11:59 pm, Thu, 30 April 26

Follow Us