Breaking News: શુભમન ગિલના નિશાના પર વૈભવ સૂર્યવંશી, GT ના 3 ખેલાડીઓ પાસે ઓરેન્જ-પર્પલ કેપ જીતવાની ગોલ્ડન તક

વૈભવ સૂર્યવંશી હાલમાં ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર છે. જોકે, 21 મેના રોજ CSK સામેની મેચમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન પાસે તેને હટાવી કેપ જીતવાની સારી તક છે. આ મેચમાં કેપ્ટન ગિલના નિશાના પર છે વૈભવ સૂર્યવંશી.

Breaking News: શુભમન ગિલના નિશાના પર વૈભવ સૂર્યવંશી, GT ના 3 ખેલાડીઓ પાસે ઓરેન્જ-પર્પલ કેપ જીતવાની ગોલ્ડન તક
Vaibhav Suryavanshi & Shubman Gill
Image Credit source: X
| Updated on: May 21, 2026 | 6:04 PM

IPL 2026 ની 66 મી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવાની દ્રષ્ટિએ આ મેચ ગુજરાત ટાઈટન્સ માટે મહત્વપૂર્ણ ન હોઈ શકે, કારણ કે તેઓ પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. જોકે, આ મેચમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ પાસે ઓરેન્જ અને પર્પલ કેપ જીતવાની જીતવાની ગોલ્ડન તક છે.

ગિલ-સાઈના નિશાના પર વૈભવ

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને ઓપનર સાઈ સુદર્શનના નિશાના પર છે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી. બંને પાસે વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી ઓરેન્જ કેપ હાંસલ કરવાની તક છે. આ સિવાય ગુજરાતના બોલર રબાડા પાસે પણ ભુવીને પાછળ છોડી પર્પલ કેપ જીતવાની સારી તક છે.

ઓરેન્જ કેપની રેસમાં સૂર્યવંશી ટોપ પર

હાલમાં, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી IPL 2026 માં ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે . તેણે 13 મેચોમાં 13 ઈનિંગમાં 579 રન બનાવ્યા છે. મિશેલ માર્શ (563 રન) અને હેનરિક ક્લાસેન (555 રન) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ચોથા અને પાંચમા સ્થાને ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલ અને ઓપનર સાઈ સુદર્શન છે, જેમની પાસે 21 મેના રોજ CSK સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દેવાની તક મળશે.

 

ગિલ-સુદર્શન પાસે ઓરેન્જ કેપ જીતવાની તક

સાઈ સુદર્શન 13 મેચમાં 554 રન બનાવી ચૂક્યો છે. શુભમન ગિલ તેનાથી બે રન પાછળ છે. ગિલે 12 મેચમાં 552 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપ ધરાવતા વૈભવ સૂર્યવંશીને પાછળ રાખવા માટે સુદર્શનને 26 રનની જરૂર છે, જ્યારે શુભમન ગિલને 28 રનની જરૂર છે. જો ગુજરાત ટાઈટન્સ આ બે ઓપનર 21 મેના રોજ CSK સામે મોટી ઈનિંગ રમે છે, તો તેઓ ન માત્ર વૈભવ સૂર્યવંશીને પાછળ છોડશે, પણ ઓરેન્જ કેપ પણ પોતાને નામ કરશે.

રબાડા પાસે ભુવનેશ્વરને પાછળ છોડવાની તક

પર્પલ કેપની રેસ પણ મજેદાર રહી છે. હાલ RCBના ભુવનેશ્વર કુમાર પાસે પર્પલ કેપ છે, તેણે 13 મેચમાં 24 વિકેટ લીધી છે. ગુજરાત ટાઈટન્સના બોલર કાગીસો રબાડાએ 13 મેચમાં 21 વિકેટ છે. જો રબાડા CSK સામે ચાર વિકેટ લે છે, તો તે ભુવનેશ્વર કુમારને હટાવીને પર્પલ કેપ કબજે કરી શકે છે.

Breaking News: આજે અમદાવાદમાં ગુજરાત સામે હાર્યું, તો ચેન્નાઈ IPL 2026 માંથી બહાર ફેંકાશે, પ્લેઓફમાં પહોંચવા મોટી જીતની જરુર

Published On - 5:23 pm, Thu, 21 May 26

Follow Us