Breaking News: શુભમન ગિલ-સાઈ સુદર્શનની જોડીએ 10 મી વખત સદી ફટકારી, વિરાટ કોહલી-ડી વિલિયર્સનો તોડ્યો રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને સાઇ સુદર્શને IPLમાં એક જોડી તરીકે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, તેમણે સદીની ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો છે. સાથે જ વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોડીને પાછળ છોડી દીધી છે.

Breaking News: શુભમન ગિલ-સાઈ સુદર્શનની જોડીએ 10 મી વખત સદી ફટકારી, વિરાટ કોહલી-ડી વિલિયર્સનો તોડ્યો રેકોર્ડ
Shubman Gill & Sai Sudharsan
Image Credit source: X/Gujarat Titans
| Updated on: May 21, 2026 | 9:41 PM

ગુજરાત ટાઈટન્સની શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડી IPL 2026માં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ જોડીએ ફરી એકવાર તોફાની શરૂઆત આપી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે માત્ર 12.2 ઓવરમાં 125 રન ઉમેર્યા, જેનાથી GT માટે મજબૂત પાયો નાખ્યો. આ શાનદાર ભાગીદારી સાથે, શુભમન ગિલ અને સાઈ સુદર્શને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શુભમન ગિલ-સાઈ સુદર્શનની જોડી IPLની સૌથી સફળ જોડી બની ગઈ છે.

ગિલ-સુદર્શનની જોડીએ ઈતિહાસ રચ્યો

ચેન્નાઈ સામે શુભમન ગિલ-સાઈ સુદર્શનની જોડીએ 100 રનની પાર્ટનરશીપ કરી IPLમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 10 સદીની ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. ગિલ-સુદર્શને હવે IPLમાં સૌથી વધુ સદીની ભાગીદારીની યાદીમાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની બરાબરી કરી લીધી છે, પરંતુ તેમણે આ સિદ્ધિ માત્ર 46 ઇનિંગ્સમાં હાંસલ કરી હતી. જ્યારે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોડીએ 77 ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

 

ઓપનિંગ જોડી તરીકે નવો રેકોર્ડ બનાવ્યો

શુભમન ગિલ અને સાઈ સુદર્શનની IPLમાં ઓપનિંગ જોડી તરીકે આ સાતમી સદીની ભાગીદારી છે. આ સાથે, તેમણે ડેવિડ વોર્નર-શિખર ધવન અને ટ્રેવિસ હેડ-અભિષેક શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બંને જોડીએ છ-છ સદીની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જો કે, હવે શુભમન ગિલ-સાઈ સુદર્શન IPLમાં ઓપનિંગ જોડી તરીકે સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ ધરાવે છે.

સિઝનમાં 600 થી વધુ રન

શુભમન ગિલ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. સાઈ સુદર્શન દ્વારા તેને સારો ટેકો મળી રહ્યો છે. બંને ખેલાડીઓએ વર્તમાન સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં તેઓ ટોચના બે ખેલાડીઓમાં સામેલ છે. આનો અર્થ એ થયો કે ઓરેન્જ કેપ જીતવા માટે તેમની વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. આ બે ખેલાડીઓ સિવાય આ સિઝનમાં હજુ સુધી કોઈએ 600 રનનો આંકડો પાર કર્યો નથી.

Breaking News: ચેન્નાઈ સામે અમદાવાદમાં શુભમન ગિલની ‘બલ્લે-બલ્લે’, એક જ ઈનિંગમાં કર્યા 4 કમાલ

 

Published On - 9:40 pm, Thu, 21 May 26

Follow Us