
દિલ્હી કેપિટલ્સ ગુજરાત ટાઇટન્સ સામે 1 રનથી હારી ગયું. ટીમ સરળતાથી મેચ જીતી શકી હોત, પરંતુ ડેવિડ મિલર અંતિમ ઓવરના પાંચમા બોલ પર જાણી જોઈને રન ના લીધો અને કુલદીપ યાદવ છેલ્લા બોલ પર રન આઉટ થયો. જોકે, આ હાર ફક્ત ડેવિડ મિલરના ખોટા નિર્ણયને કારણે નહોતી. આ હારનું એક મુખ્ય કારણ IPLનો નિયમ હતો,
IPLના આ એક નિયમને ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ બદલવાની માંગ કરી છે. જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલ તેના પર નિર્ણય લેવામાં નિષ્ફળ ગઈ, અને હવે દિલ્હી કેપિટલ્સે તે જ નિયમને કારણે હારનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હી કેપિટલ્સ ઈનિંગ દરમિયાન 10મી ઓવરના બીજા બોલ પર નીતિશ રાણા સામે LBW અપીલ કરવામાં આવી હતી. અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જોકે, નીતિશ રાણા નોટ આઉટ હતો, અને બોલ તેમના ગ્લોવ્ઝ પર વાગી ગયો હતો. આ દરમિયાન નીતિશ રાણાએ પણ એક રન લીધો હતો. જ્યારે નીતિશ રાણાએ અમ્પાયરના નિર્ણયનો રીવ્યુ કર્યો ત્યારે તેને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે, અહીં સમસ્યા એ હતી કે નીતિશ રાણાએ જે એક રન દોડ્યો હતો તે ગણતરીમાં લેવામાં આવ્યો નહીં, કારણ કે ICC અને IPL નિયમો અનુસાર અમ્પાયરના નિર્ણય સાથે જ બોલ ડેડ થઈ જાય છે. હવે, જો દિલ્હીને તે રન આપવામાં આવ્યો હોત, તો ટીમ મેચ હારી ન હોત. મેચ ટાઈ થઈ હોત અથવા તેઓ જીતી ગયા હોત. આ IPL નિયમ પર હવે ફરીથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 210 રનની જરૂર હતી. દિલ્હીને અંતિમ ઓવરમાં ફક્ત 13 રનની જરૂર હતી. ડેવિડ મિલરની શાનદાર બેટિંગે મેચ દિલ્હીના પક્ષમાં ફેરવી દીધી હતી, પરંતુ જ્યારે છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે મિલરે પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર શોટ રમ્યો, પરંતુ તેણે એક રન ના લીધો.
જો ડેવિડ મિલર દોડ્યો હોત તો સ્કોર બરાબર થઈ ગયો હોત, પરંતુ મિલરે વિચાર્યું કે તે અંતિમ બોલ પર મેચ જીતાડી દેશે. કે, મિલર છેલ્લા બોલને ટચ પણ કરી શક્યો નહીં, અને નોન-સ્ટ્રાઈકર કુલદીપ યાદવ રન પૂરો કરી શક્યો નહીં કારણ કે બટલરે તેને રન આઉટ કર્યો અને દિલ્હી એક રનથી મેચ હારી ગયું.