
IPL 2026માં આજે સિઝનના 39 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે DC આ મેચમાં પહેલા બેટિંગ કરશે. DC અને RCB બંને આ સિઝનની આઠમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે આ હાઈ સ્કોરિંગ મેદાન છે, તેનાથી બહુ ફરક નહીં પડે, અમે બીજી ઈનિંગમાં તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કરીશું. સૌથી મહત્વની વાત એ છે કે અલગ અલગ ખેલાડીઓ આવી રહ્યા છે અને અલગ અલગ મેચોમાં બોલિંગ કરી રહ્યા છે. અમે સારી ક્રિકેટ રમી છે અને તે ગતિ જાળવી રાખી રહ્યા છીએ. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ટોસ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે અમે પહેલા ફિલ્ડિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. મેદાનનું કદ નાનું છે, પિચ પણ સારી લાગી રહી છે. અમે ત્રણ ફેરફાર કર્યા છે. લુંગી એનગીડી, વિપ્રાજ નિગમ અને આકિબ નબી દારની જગ્યાએ કાયલ જેમીસન, દુષ્મન્તા ચમીરા અને સાહિલ પારખ આજની મેચમાં રમશે.
A smile before a clash!
Rajat Patidar Axar Patel ❤️
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB pic.twitter.com/td5YRwkQdX
— IndianPremierLeague (@IPL) April 27, 2026
સાહિલ પારખ, કેએલ રાહુલ (વિકેટકિપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), દુષ્મંથા ચમીરા, કાયલ જેમિસન, કુલદીપ યાદવ, ટી નટરાજન.
ઈમ્પેક્ટ સબ્સ: ઔકિબ નબી દાર, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, ત્રિપુરાણા વિજય, અભિષેક પોરેલ.
વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.
ઈમ્પેક્ટ સબ્સ: જેકબ બેથેલ, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, વિકી ઓસ્તવાલ, વેંકટેશ અય્યર.
Published On - 7:07 pm, Mon, 27 April 26