AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 240 CCTV કેમેરા બંધ, સુરક્ષામાં મોટી ચૂક, બેંગલુરુમાં RCB-GT મેચમાં મોટો કાંડ

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ દરમિયાન 240 CCTV કેમેરા બંધ હતા, જે ફક્ત હજારો ચાહકોની જ નહીં પરંતુ ખેલાડીઓની સલામતી માટે પણ જોખમી હતું. આ મામલે બેંગલુરુ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

Breaking News: 240 CCTV કેમેરા બંધ, સુરક્ષામાં મોટી ચૂક, બેંગલુરુમાં RCB-GT મેચમાં મોટો કાંડ
M Chinnaswamy StadiumImage Credit source: X
| Updated on: Apr 27, 2026 | 6:27 PM
Share

ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની IPL 2026 ની મેચમાં કંઈક એવું બન્યું જે માનવું મુશ્કેલ છે. એવા અહેવાલો છે કે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ દરમિયાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની CCTV સર્વેલન્સ સિસ્ટમ ખરાબ કરી દેવામાં આવી હતી.

બેંગલુરુમાં 240 CCTV કેમેરા બંધ

RCB-ગુજરાતની આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં લગાવેલા તમામ 240 CCTV કેમેરા બંધ હતા. આ કેસમાં બેંગલુરુ પોલીસે બે લોકો સામે કેસ દાખલ કર્યો છે. મંજુનાથ નામના એક વ્યક્તિની કર્ણાટકના હિરિયુરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અબ્દુલ કલામ નામના વ્યક્તિની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે.

ચિન્નાસ્વામીમાં મોટો કાંડ

ચિન્નાસ્વામીના બધા CCTV કેમેરા બંધ થયા પછી ગુરુગ્રામની એક સોફ્ટવેર કંપનીના કર્મચારી આદિત્ય ભટ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેણે બે ધરપકડ કરાયેલા માણસો પર મેચ દરમિયાન CCTV કંટ્રોલ રૂમમાં ઘૂસવાનો અને નેટવર્ક વીડિયો રેકોર્ડર તોડવાનો આરોપ લગાવ્યો.

CCTV સિસ્ટમ કેમ ખરાબ કરવામાં આવી?

ચિન્નાસ્વામી સ્ટેડિયમના CCTV કેમેરાના બંધ કરવાનું કારણ નાણાકીય વિવાદ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર બંને આરોપીઓ સ્ટેક ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડના સબ-વેન્ડર IVS ડિજિટલ સોલ્યુશન્સ માટે કામ કરતા હતા. તેમને ₹10 લાખનું પેમેન્ટ બાકી હતું, તેથી તેમણે CCTV સિસ્ટમ જ ખરાબ કરી દીધી હતી. આનો અર્થ એ થયો કે જો આ સમય દરમિયાન કોઈ અકસ્માત થયો હોત, તો પોલીસ અને વહીવટીતંત્ર CCTV ફૂટેજ દ્વારા તેને શોધી શક્યું ન હોત. સદનસીબે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ કોઈ દુર્ધટના વિના સમાપ્ત થઈ હતી. RCB હવે રાયપુરમાં તેની હોમ મેચો રમશે. જો કે, પ્લેઓફ મેચો ફરી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાડવામાં આવી શકે છે.

IPL 2026માં RCBનું શાનદાર પ્રદર્શન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું IPL 2026 માં પ્રદર્શન સારું છે. ટીમે પાંચ મેચ જીતી છે અને બે હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલી, રજત પાટીદાર, ભુવનેશ્વર કુમાર અને દેવદત્ત પડિકલે RCB માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. હવે, RCB તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે.

Breaking News: 1 ફોટોના 100 રૂપિયા… વૈભવ સૂર્યવંશીએ ફેન્સને કરી આ માંગ, વીડિયો વાયરલ

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">