
દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. રાહુલે માત્ર 67 બોલમાં અણનમ 152 રન બનાવ્યા, જેમાં 16 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે, તેણે કુલ 25 બાઉન્ડ્રી ફટકારીને સ્ટેડિયમમાં ધમાલ મચાવી દીધી. જેના કારણે દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. રાહુલની ઇનિંગ માત્ર મેચમાં જ નહીં પરંતુ સમગ્ર IPL ઈતિહાસમાં યાદગાર બની ગઈ.
આ મેચમાં કેએલ રાહુલે આખી 20 ઓવર બેટિંગ કરી અને અણનમ રહ્યો. તેની 150+ રનની ઈનિંગે ઘણા IPL રેકોર્ડ તોડી નાખ્યા. તે IPLમાં 150 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. તે IPLમાં 150 રનનો આંકડો પાર કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન પણ છે. તેની પહેલા ફક્ત બ્રેન્ડન મેક્કુલમ (158*) અને ક્રિસ ગેલ (175*) એ જ આ સિદ્ધિ મેળવી હતી.
The numbers speak for themselves!
A KL-assic of the highest order
Relive ▶️ https://t.co/CDBc0lXGsa#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @klrahul | @DelhiCapitals pic.twitter.com/DZaSEJKMdy
— IndianPremierLeague (@IPL) April 25, 2026
આ ઈનિંગ દરમિયાન, રાહુલે 26 બોલમાં પોતાની અડધી સદી અને 47 રનમાં પોતાની સદી પૂરી કરી. તેણે 150 રનનો આંકડો પાર કરવા માટે કુલ 66 બોલનો સમય લીધો. આ ઈનિંગમાં તેનો સ્ટ્રાઈક રેટ 226.86 હતો. આ દરમિયાન, તેણે નીતિશ રાણા સાથે બીજી વિકેટ માટે 220 રનની જંગી ભાગીદારી કરી, જેમાં રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા. આ IPL ઈતિહાસમાં બીજી સૌથી મોટી ભાગીદારી પણ છે.
First INDIAN batter to score 150+ in TATA IPL pic.twitter.com/7QR1nbsz7G
— Delhi Capitals (@DelhiCapitals) April 25, 2026
આ સદી સાથે કેએલ રાહુલે વિકેટકીપર-બેટ્સમેન તરીકે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. કેએલ રાહુલે ક્વિન્ટન ડી કોક અને સંજુ સેમસનની ત્રણ સદીની બરાબરી કરી છે. તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી (8) અને જોસ બટલર (7) પછી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેની પાસે હવે IPLમાં કુલ છ સદી છે.
Published On - 5:59 pm, Sat, 25 April 26