Breaking News: દિલ્હીએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 35 મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં પંજાબ કિંગ્સ પહેલા બોલિંગ કરશે.

Breaking News: દિલ્હીએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
DC vs PBKS
Image Credit source: X
| Updated on: Apr 25, 2026 | 6:06 PM

IPL 2026માં આજે સિઝનના 35 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે PBKS આ મેચમાં પહેલા બોલિંગ કરશે. DC અને PBKS બંને આ સિઝનની સાતમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

અક્ષર પટેલે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરી મોટો સ્કોર બનાવી તેણે ડીફેન્ડ કરવાનો પ્રયાસ કરીશું. અમે મેચમાં નિર્ણાયક સમયે નિર્ણયો લેવામાં નાની ભૂલો કરી રહ્યા છીએ તેને સુધારીશું અને મને લાગે છે અમ આજે જીતીશું. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

શ્રેયસ અય્યરે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે ટોસ પહેલા અક્ષર સાથે મારી વાતચીત થઈ હતી. તેણે કહ્યું કે તે બેટિંગ કરવાનું વિચારી રહ્યો છે અને એવું જ થયું છે. તેણે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો છે અને અમે પહેલા બોલિંગથી ખુશ છીએ. અમે પણ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો.

 

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતીશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

ઈમ્પેક્ટ સબ્સ: વિપ્રાજ નિગમ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, ઔકિબ નબી દાર.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ.

Breaking News : યશસ્વી જયસ્વાલ અને અજિંક્ય રહાણેને નવી ટીમોએ ખરીદ્યા, IPL 2026 દરમિયાન મોટી જાહેરાત

Published On - 3:10 pm, Sat, 25 April 26

Follow Us