
IPL 2026માં આજે સિઝનના 48 મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બોલિંગ કરશે. CSK અને DC બંને આ સિઝનની દસમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અક્ષર પટેલે કહ્યું કે પિચ સારી લાગી રહી છે અને બીજી ઇનિંગમાં તે થોડી ધીમી પડી શકે છે, અમે બોલરોને ફાયદો આપવા માંગીએ છીએ. આ એક મહત્વપૂર્ણ મેચ છે, પરંતુ તમે પોઈન્ટ વિશે વિચારી શકતા નથી, તે તમને બિનજરૂરી દબાણમાં મૂકે છે. ફક્ત બેઝિક્સ સારી રીતે કરો અને પરિણામો વિશે વિચારશો નહીં. મને લાગે છે કે અમે ખૂબ સારી બેટિંગ અને બોલિંગ કરી છે, ફિલ્ડિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. અમે ટીમમાં એક ફેરફાર કર્યો છે. કાયલ જેમિસનની જગ્યાએ લુંગી એનગીડી આજની મેચમાં રમશે.
Roars Whistles
The action starts NOW!
Updates ▶️ https://t.co/f1bRZthndy#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @DelhiCapitals | @ChennaiIPL pic.twitter.com/kWfWxagfVD
— IndianPremierLeague (@IPL) May 5, 2026
ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પહેલા બોલિંગ જ કરવા માંગતા હતા, મને નથી લાગતું કે પિચમાં બહુ ફેરફાર છે. તેથી બેટિંગ કે બોલિંગ ચિંતાનો વિષય નથી. પહેલી ત્રણ મેચો પછી અમે બધા વિભાગોમાં ઘણો સુધારો કરી રહ્યા છીએ, અમે ફક્ત જીતની ગતિ ચાલુ રાખવા માંગીએ છીએ. પરંતુ આ એક નવી ગેમ છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. અમારી ટીમમાં બે ફેરફાર છે. ઘોષ ઘાયલ થયો છે અને બહાર છે. અકીલ હોસેન અને ગુર્જપનીત સિંહ આજની મેચમાં રમશે.
કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, કરુણ નાયર, ટ્રીસ્ટન સ્ટબ્સ, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, લુંગી એનગીડી, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, ટી નટરાજન.
ઈમ્પેક્ટ સબ્સ: વિપ્રાજ નિગમ, સમીર રિઝવી, અભિષેક પોરેલ, ઔકિબ નબી ડાર, ડેવિડ મિલર.
સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ.
ઈમ્પેક્ટ સબ્સ: શિવમ દુબે, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, આકાશ મધવાલ, સરફરાઝ ખાન.
Published On - 7:02 pm, Tue, 5 May 26