Breaking News: MS ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સ્ટેડિયમ પહોંચ્યો, પણ SRH સામે ટીમમાં ન મળ્યું સ્થાન, આ છે કારણ

CSK vs SRH: IPL 2026 ની 63મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ મોટા સમાચાર એ છે કે ધોની સ્ટેડિયમ પહોંચ્યો પરંતુ તેને ટીમમાં તક આપવામાં આવી નહીં.

Breaking News: MS ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સ્ટેડિયમ પહોંચ્યો, પણ SRH સામે ટીમમાં ન મળ્યું સ્થાન, આ છે કારણ
MS Dhoni not in team
Image Credit source: X/Chennai Super Kings
| Updated on: May 18, 2026 | 7:56 PM

ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે કે નહીં તે પ્રશ્નનો આખરે જવાબ મળી ગયો છે. ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે તેનું કારણ સમજાવ્યું.

 

ધોનીને ટીમમાં ન મળ્યું સ્થાન

કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કે ધોની સ્ટેડિયમમાં આવ્યો હતો પણ રમશે નહીં. ધોની હજુ પણ ઘાયલ છે અને મેદાનમાં ઉતરશે નહીં. અહેવાલો અનુસાર ધોનીના અંગૂઠામાં ઈજા છે, જેના કારણે તેના માટે રમવું મુશ્કેલ બની ગયું છે. નોંધનીય છે કે ધોની આ સિઝનમાં પહેલીવાર ટીમ સાથે દેખાયો છે. એવું માનવામાં આવતું હતું કે IPL 2026 માં આ મેચ તેની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે, પરંતુ ધોની આ મેચમાં પણ રમ્યો નહીં.

 

પ્લેઈંગ ઈલેવનમાં કર્યો ફેરફાર

મહેન્દ્રસિંહ ધોનીને તો પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું, પંરતુ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મહત્વપૂર્ણ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે એક મોટો ફેરફાર કર્યો હતો. તેમણે ગુર્જપનીત સિંહની જગ્યાએ અકીલ હોસેનને ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો અને છેલ્લી મેચની જ ટીમ સાથે મેદાનમાં ઉતર્યા છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોનસન.

 

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, એશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગ.

Breaking News: ચેન્નાઈએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us