Breaking News: MS ધોની 16 એપ્રિલે લેશે મોટો નિર્ણય, IPL 2026માં રમવા અંગે સસ્પેન્સ થશે ખતમ

ધોની હાલમાં ઈજાથી પરેશાન છે. આ કારણે તે IPL 2026 માં હજુ સુધી એકપણ મેચ રમી શક્યો નથી. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં તેની વાપસીના અહેવાલો આવ્યા હતા, પરંતુ તેવું બન્યું નહીં. હવે શું ધોની હૈદરાબાદ સામે આગામી મેચમાં રમશે આ મોટો સવાલ છે? અને અહેવાલો અનુસાર આ અંગે ધોની 16 એપ્રિલે મોટો નિર્ણય લેશે.

Breaking News: MS ધોની 16 એપ્રિલે લેશે મોટો નિર્ણય, IPL 2026માં રમવા અંગે સસ્પેન્સ થશે ખતમ
MS Dhoni
Image Credit source: X
| Updated on: Apr 15, 2026 | 3:40 PM

એમએસ ધોની 16 એપ્રિલે એક મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. આ નિર્ણય આગામી IPL 2026 મેચમાં તેના રમવા સાથે સંબંધિત હશે. IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો આગામી મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ 18 એપ્રિલે હૈદરાબાદમાં રમાશે. પરંતુ શું ધોની આ મેચમાં રમશે? શું તે હૈદરાબાદ ટ્રાવેલ કરશે? શું CSK ફેન્સને ધોનીના કેમબેકની હજી વધુ રાહ જોવી પડશે? આ એવા પ્રશ્નો છે જેનો જવાબ ધોનીના નિર્ણય બાદ મળશે.

ધોની 16 એપ્રિલે અંતિમ નિર્ણય લેશે

એક અહેવાલ મુજબ, ધોની 16 એપ્રિલની સવારે હૈદરાબાદ ટ્રાવેલ કરવા અંગે અંતિમ નિર્ણય લે તેવી અપેક્ષા છે. આ નિર્ણયથી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેના રમવાના સસ્પેન્સનો અંત આવશે. જો ધોની હૈદરાબાદ જવાનું નક્કી કરે છે, તો તે ત્યાં રમશે તેની પૂરી શક્યતા છે. પણ જો ધોની હૈદરાબાદ નહીં જાય, તો તે 18 એપ્રિલના રોજ યોજાનારી મેચમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.

 

ઈજાના કારણે એક પણ મેચ રમ્યો નથી

ઈજાને કારણે, ધોની પોતાની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચેન્નાઈમાં જ છે અને ટીમના સપોર્ટ સ્ટાફની દેખરેખ હેઠળ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, એમએસ ધોની સંપૂર્ણપણે ફિટ થવાની નજીક છે. ધોની પગની પિંડીની ઈજાથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તે IPL 2026 ની શરૂઆતની મેચોથી દૂર રહ્યો છે. CSK એ IPL 2026 માં અત્યાર સુધી પાંચ મેચ રમી છે, પરંતુ ધોની તેમાંથી એક પણ મેચમાં રમતો જોવા મળ્યો નથી.

 

શું ધોની 18 એપ્રિલે SRH સામે રમશે?

14 એપ્રિલે ચેપોક સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધોનીના રમવાની અપેક્ષા હતી. જોકે, જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટીમની જાહેરાત કરી ત્યારે ધોનીનું નામ ગાયબ હતું. હવે બધાની નજર ગુરુવાર 16 એપ્રિલ પર છે. જ્યારે આગામી મેચમાં ધોનીના રમવા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.

Breaking News : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત શર્મા ઈજાના કારણે આગામી મેચોમાંથી થયો બહાર

Follow Us