
રાજસ્થાન રોયલ્સનો મેનેજર રોમી ભીંડરને IPL મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો, જે બાદ IPL 2026માં એક મોટો વિવાદ શરુ થયો હતો. BCCI એ આ મામલે તપાસ શરૂ કરી હતી અને હવે તેનું પરિણામ સામે આવી ગયું છે.
રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભીંડરને દંડ ફટકારવામાં આવ્યો છે અને આ કૃત્ય ફરીથી ન કરવા બદલ ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન, તેની સાથે બેઠેલો 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી આ ઘટનામાં માંડ-માંડ બચી ગયો હતો. તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, રોમી ભીંડર માટે સારા સમાચાર એ છે કે એન્ટી કરપ્શન યુનિટે તેને ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત કરી દીધો છે.
BCCI FINED & WARNED RR MANAGER ROMI BHINDER
– RR manager Rami Bhinder has been fined a hefty amount and has been warned. pic.twitter.com/9fp0p5rvTk
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 17, 2026
તમને જણાવી દઈએ કે 10 એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ દરમિયાન RR ની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ટીમનો મેનેજેર રોમી ભિંડર તેનો ફોન વાપરી રહ્યો હતો. તે ડગઆઉટમાં બેસીને આવું કરી રહ્યો હતો. મેનેજરોને ડ્રેસિંગ રૂમમાં ફોન લઈ જવાની મંજૂરી છે, પરંતુ ડગઆઉટમાં આવું કરવાની મનાઈ છે. આ કારણે રોમી ભિંડર સામે તપાસ કરવી પડી હતી.
જ્યારે રોમી ભિંડર દ્વારા ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરવાનો મુદ્દો સામે આવ્યો, ત્યારે સ્પષ્ટતા કરવામાં આવી કે તેણે BCCI તરફથી ફોનનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવી હતી. જેનું કારણ તેનું સ્વાસ્થ્ય હતું. હકીકતમાં, ભિંડર IPL પહેલા ખૂબ બીમાર હતો અને ફેફસાના રોગ સામે ઝઝૂમી રહ્યો હતો, ભિંડર કેટલાક સમય માટે ICUમાં પણ હતો. જેના કારણે તે વારંવાર તેના ડોક્ટર સાથે ફોન પર વાત કરતો હતો. મેડીકલ કન્ડીશન હોવા છતાં ભિંડર દ્વારા ફોનનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન છે, જેના પરિણામે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.