AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાન રોયલ્સના મેનેજરને ચાલુ મેચમાં ફોન યુઝ કરવાની મળી સજા, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું શું થયું?

રાજસ્થાન રોયલ્સનો મેનેજર રોમી ભિંડર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં પોતાના ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. જે બાદ મોટો વિવાદ શરુ થયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે રાજસ્થાન રોયલ્સના મેનેજર ભીંડરને દંડ ફટકારવામાં આવ્યો છે, જયારે તેની સાથે બેઠેલા વૈભવ સૂર્યવંશીનું શું થયું? જાણો આ આર્ટીકલમાં.

Breaking News: રાજસ્થાન રોયલ્સના મેનેજરને ચાલુ મેચમાં ફોન યુઝ કરવાની મળી સજા, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું શું થયું?
Romi & Vaibhav SuryavanshiImage Credit source: X
| Updated on: Apr 17, 2026 | 4:40 PM
Share

રાજસ્થાન રોયલ્સનો મેનેજર રોમી ભીંડરને IPL મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો, જે બાદ IPL 2026માં એક મોટો વિવાદ શરુ થયો હતો. BCCI એ આ મામલે તપાસ શરૂ કરી હતી અને હવે તેનું પરિણામ સામે આવી ગયું છે.

રાજસ્થાન રોયલ્સના મેનેજરને દંડ

રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભીંડરને દંડ ફટકારવામાં આવ્યો છે અને આ કૃત્ય ફરીથી ન કરવા બદલ ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન, તેની સાથે બેઠેલો 15 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી આ ઘટનામાં માંડ-માંડ બચી ગયો હતો. તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, રોમી ભીંડર માટે સારા સમાચાર એ છે કે એન્ટી કરપ્શન યુનિટે તેને ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત કરી દીધો છે.

રોમી ભિંડરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું

તમને જણાવી દઈએ કે 10 એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ દરમિયાન RR ની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ટીમનો મેનેજેર રોમી ભિંડર તેનો ફોન વાપરી રહ્યો હતો. તે ડગઆઉટમાં બેસીને આવું કરી રહ્યો હતો. મેનેજરોને ડ્રેસિંગ રૂમમાં ફોન લઈ જવાની મંજૂરી છે, પરંતુ ડગઆઉટમાં આવું કરવાની મનાઈ છે. આ કારણે રોમી ભિંડર સામે તપાસ કરવી પડી હતી.

રોમી ભિંડરે ફોનનો ઉપયોગ કેમ કર્યો?

જ્યારે રોમી ભિંડર દ્વારા ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરવાનો મુદ્દો સામે આવ્યો, ત્યારે સ્પષ્ટતા કરવામાં આવી કે તેણે BCCI તરફથી ફોનનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવી હતી. જેનું કારણ તેનું સ્વાસ્થ્ય હતું. હકીકતમાં, ભિંડર IPL પહેલા ખૂબ બીમાર હતો અને ફેફસાના રોગ સામે ઝઝૂમી રહ્યો હતો, ભિંડર કેટલાક સમય માટે ICUમાં પણ હતો. જેના કારણે તે વારંવાર તેના ડોક્ટર સાથે ફોન પર વાત કરતો હતો. મેડીકલ કન્ડીશન હોવા છતાં ભિંડર દ્વારા ફોનનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન છે, જેના પરિણામે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Breaking News: અમદાવાદમાં GT-KKR વચ્ચે જામશે જંગ, પહેલી જીત માટે આતુર કોલકાતા સામે જીતની હેટ્રિક માટે તૈયાર ગુજરાત

Follow Us
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
g clip-path="url(#clip0_868_265)">