Breaking News : કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાને BCCIએ ફટકાર્યો દંડ

Hardik Pandya Fined : મુંબઈ ઈન્ડિયન્સની ટીમને કેકઆર સામે હારનો સામનો કરવો પડ્યો છે.હાર્દિક પંડ્યાની ટીમની હાર બાદ બીસીસીઆઈએ તેને દંડ ફટકાર્યો છે.

Breaking News : કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર બાદ હાર્દિક પંડ્યાને BCCIએ ફટકાર્યો દંડ
| Updated on: May 21, 2026 | 12:37 PM

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ડબલ માર પડ્યો છે. પહેલા તેની કેપ્ટનશીપમાં ટીમને હાર મળી છે. તો આ સિવાય મેચ દરમિયાન તેમણે એક મોટી ભૂલ કરી હતી. આ કારણે બીસીસીઆઈએ તેને દંડ ફટકાર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાં બીસીસીઆઈએ સજા તરીકે દંડ ફટકાર્યો છે. જેના કારણે તેની મેચ ફીમાં 10 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાને શા માટે દંડ ફટકારવામાં આવ્યો?

હવે સવાલ એ છે કે, હાર્દિક પંડ્યાએ કરેલી ભૂલ, આ ભૂલ ક્યારે થઈ અને કેટલો દંડ લાગ્યો. હાર્દિક પંડ્યા પર થયેલી કાર્યવાહી સાથે જોડાયેલો આ મામલો કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિગની 10મી ઓવરનો છે. આ ઓવરના ચોથા બોલ પર રન-અપ પર ફરતા હાર્દિક પંડ્યાએ વિકેટ પર લાગેલી બેલ્સ નીચે પાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાર્દિક પંડ્યા પર આ ભૂલનો દંડ લાગ્યો છે.

હાર્દિક પંડ્યાએ માની પોતાની ભૂલ

મેચ દરમિયાન પોતાના ગુસ્સા માટે હાર્દિક પંડ્યાને આઈપીએલની કોડ ઓફ કંડક્ટની કલમ 2.2 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેણે મેચ રેફરી રાજીવ સેઠ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી અને આ મામલે હવે કોઈ કાર્યવાહીની જરૂર નથી.

 

 

કેકેઆર વિરુદ્ધ હાર્દિક પંડ્યાનું પ્રદર્શન

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યા પોતાની ટીમનો બીજો ટોપ સ્કોરર રહ્યો છે. થેની ઈનિગ્સ ખુબ ધીમી રહી હતી. તેમણે 27 બોલમાં માત્ર 26 રન બનાવ્યા હતા. જેમાં 1 સિક્સ અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યાએ કેકેઆર વિરુદ્ધ 2 ઓવરમાં 13 રન બનાવ્યા હતા. તેને કોઈ વિકેટ મળી નથી.

આઈપીએલ 2026માં હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2026માં પોતાની 9મી મેચ રમી હતી. આ 9 મેચમાં તેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 2 મેચમાં જીત મેળવી છે. આ 9 મેચમાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનની જો વાત કરીએ તો તેમણે 172 રન બનાવવા સિવાય બોલથી 4 વિકેટ લીધી છે.

 

 

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us