Breaking News : IPL 2025ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજશે, BCCIએ લીધો મોટો નિર્ણય!

IPL 2025ના નવા શેડ્યૂલની જાહેરાત દરમિયાન, BCCIએ પ્લેઓફ મેચોના સ્થળની જાહેરાત કરી ન હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ઘણી બેઠકો બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Breaking News : IPL 2025ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજશે, BCCIએ લીધો મોટો નિર્ણય!
IPL 2025 Final
Image Credit source: PTI
| Updated on: May 20, 2025 | 5:41 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ બાદ, BCCIએ IPL 2025ને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું. આ પછી 17 મેથી લીગ ફરી શરૂ થઈ. જેના કારણે BCCIને સમયપત્રકમાં પણ ફેરફાર કરવો પડ્યો. ફાઈનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂને રમાશે. પરંતુ નવા શેડ્યૂલ દરમિયાન, BCCIએ પ્લેઓફ મેચોના સ્થળની જાહેરાત કરી ન હતી. પરંતુ હવે પ્લેઓફ મેચો અંગે એક મોટી અપડેટ આવી છે.

પ્લેઓફ મેચો વિશે મોટી અપડેટ

ક્રિકબઝના અહેવાલ મુજબ, આ સિઝનની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમને ક્વોલિફાયર 2 ની યજમાની માટે પણ પસંદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ફાઈનલ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં ભૂતકાળમાં પણ મહત્વપૂર્ણ IPL મેચોનું આયોજન કર્યું છે. 2022માં, ગુજરાત ટાઈટન્સે અહીં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જ્યારે 2023માં વરસાદને કારણે ફાઈનલ બે દિવસ માટે રમાઈ હતી, ત્યારે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઈનલનું યજમાન હતું.

આ પણ વાંચો: FACT CHECK : વૈભવ સૂર્યવંશીને બોલિવૂડ અભિનેત્રીએ ગળે લગાવ્યો, જાણો વાયરલ ફોટો પાછળનું સત્ય શું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો