Breaking News : કેરળમાં વિરાટ કોહલીનું ભવ્ય સ્વાગત, પહેલી મેચ ક્યારે રમાશે? જાણો

વિરાટ કોહલી વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વનડે સીરિઝ પહેલા તિરુવનંતપુરમ પહોંચ્યો છે. અહી ચાહકોએ તેનું શાનદાર સ્વાગત કર્યું હતુ. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી વનડે 27 સપ્ટેમબરના રોજ ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Breaking News  : કેરળમાં વિરાટ કોહલીનું ભવ્ય સ્વાગત, પહેલી મેચ ક્યારે રમાશે? જાણો
| Updated on: Sep 24, 2026 | 12:57 PM

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બુધવારે તિરુવનંતપુરમ પહોંચી ગયો છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ આગામી 3 મેચની વનડે સીરિઝ પહેલા વિરાટ કોહલી કેરળ પહોંચતા જ ચાહકોમાં શાનદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ પર પોતાના ફેવરીટ ક્રિકેટરની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચ્યા પછી સુરક્ષા કર્મચારીઓએ વિરાટ કોહલીના ચાહકોને ટર્મિનલ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની હોટલ માટે રવાના થયા હતા. અહી સ્ટાફ દ્વારા તેનું પારંપારિક અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ.

27 સપ્ટેમ્બરથી શરુ થશે વનડે સીરિઝ

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી વનડે 30 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટી અને ત્રીજી મેચ ઓક્ટોબરના મુલ્લાંપુરમાં રમાશે. આ સીરિઝ ભારતની 2027ની વનડે વર્લ્ડકપની તૈયારીઓને લઈ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

 

વિરાટ કોહલી-રોહિત શર્માની વાપસી

વનડે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીમાં આ સીરિઝને લઈ ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. બંને દિગ્ગજોએ ગત્ત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ વનડે ક્રિકેટમાં તેની સફળ ચાલું છે. 2027 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી બંને ખેલાડીઓના ભવિષ્યને લઈ સતત ચર્ચાઓ થઈ રહી છે. પસંદગીકારો પણ યુવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે, પરંતુ હાલ માટે કોહલી અને રોહિતને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સીરિઝ માટે ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

 

 

 

ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વનડે સીરિઝનું શેડ્યુલ

  • પ્રથમ વનડે: 27 સપ્ટેમ્બર – તિરુવનંતપુરમ
  • બીજો વનડે: 30 સપ્ટેમ્બર – ગુવાહાટી
  • ત્રીજો વનડે: 3 ઓક્ટોબર – મુલ્લાનપુર

વનડે સીરિઝ પછી, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ પણ રમશે.

વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.