Breaking News : ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ

આર્મી ડીજીએમઓ રાજીવ ઘાઈ ઓપરેશન સિંદૂર અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે વિરાટ કોહલીને સલામ કરી હતી. આર્મીની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીની નિવૃત્તિની પણ ચર્ચા થઈ હતી. જાણો તેમણે શું કહ્યું?

Breaking News : ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
Indian Army salutes Virat Kohli
Image Credit source: Getty Images
| Updated on: May 12, 2025 | 4:31 PM

ઓપરેશન સિંદૂરની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી હતી. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે વિરાટ કોહલી કેટલો મહાન ખેલાડી છે. વાસ્તવમાં, સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ મીડિયાને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી

ડીજીએમઓ રાજીવ ઘાઈએ કહ્યું, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઘણા ભારતીયોની જેમ, તે મારો પણ ફેવરિટ ક્રિકેટર છે. આ પછી રાજીવ ઘાઈએ એશિઝ શ્રેણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ’70ના દાયકામાં રિવર્સ એશિઝ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાના બે ઝડપી બોલરો જેફ થોમસન અને ડેનિસ લિલીનો ખૌફ (ડર) હતો. તેણે ઈંગ્લિશ બેટ્સમેનોને હેરાન કરી દીધા હતા. આ સીરિઝ ‘બોડીલાઈન ક્રિકેટ’ તરીકે પણ ફેમસ થઈ હતી. કારણકે આ સિરીઝમાં બોલરોએ અનેક બેટસમેનોને પોતાની ઘાતક બોલિંગથી ઘાયલ કર્યા હતા.

 

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી વખતે વિરાટ કોહલીએ લખ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા જીવનભર યાદ રાખીશ. સફેદ જર્સીમાં રમવું એ ગર્વની વાત છે. આ ફોર્મેટને અલવિદા કહેવું સરળ નથી. મેં મારું સર્વસ્વ આપી દીધું છે, અને તેણે મને મારી અપેક્ષા કરતા વધુ આપ્યું છે. હું આ રમત અને આ સફરમાં મને ટેકો આપનારા બધા લોકોનો આભાર માનું છું. હું મારી ટેસ્ટ કારકિર્દીને હંમેશા સ્માઈલ સાથે યાદ રાખીશ. #269 સાઈનિંગ ઓફ’

આ પણ વાંચો: IPL 2025ના નવા શેડ્યૂલ પર મોટી અપડેટ, જાણો ક્યારે અને ક્યાં રમાશે બાકીની મેચો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:52 pm, Mon, 12 May 25