Breaking News: વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી T20 માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર, ભુવનેશ્વર કુમારની ટીમમાં એન્ટ્રી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર થયો છે. અનુભવી બોલર ભુવનેશ્વર કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલિંગ યુનિટમાં મોટો ફેરફાર થયો છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ખભામાં ઈજા થઈ છે. પરિણામે, ભારતીય પુરુષ સિનિયર પસંદગી સમિતિએ બેંગલુરુમાં રમાનારી અંતિમ T20 માટે અનુભવી બોલર ભુવનેશ્વર કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રેણી હાલમાં 2-2 થી રોમાંચક રીતે બરાબર છે, અને બંને ટીમો વચ્ચે પાંચમી મેચ 17 ઓક્ટોબર, 2026ના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.
અર્શદીપ સિંહ થયો ઈજાગ્રસ્ત
બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચોથી T20 દરમિયાન અર્શદીપ સિંહને આ ઈજા થઈ હતી. બેટિંગ કરતી વખતે તેને ખભા પર બોલ વાગ્યો હતો. મેડિકલ ટીમ અર્શદીપની ઈજા કેટલી ગંભીર છે તેની તપાસ કરી રહી છે. બેંગલુરુમાં રમાનારી અંતિમ મેચમાં તે રમી શકશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય 17 ઓક્ટોબરે મેચ શરૂ થાય તે પહેલાં તેની ફિટનેસ અને રિકવરીના આધારે લેવામાં આવશે.
News
Arshdeep Singh sustains blow to bowling shoulder; Bhuvneshwar Kumar added to #TeamIndia’s squad for the Bengaluru T20I.
More Details ▶️ https://t.co/i18NeqDLrU
#INDvWI | @mflone_
— BCCI (@BCCI) October 16, 2026
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભુવનેશ્વર માટે મોટી તક
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભુવનેશ્વર કુમાર માટે આ એક મોટી તક સાબિત થઈ શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. 36 વર્ષીય ફાસ્ટ બોલર નવેમ્બર 2022 થી ભારતીય ટીમની બહાર છે. આનાથી વર્ષો પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસી થઈ શકે છે.
ભારતની T20 ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, નમન ધીર, ભુવનેશ્વર કુમાર.
