
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ શ્રેણી હારી ચૂકી છે. તેથી, તેઓ આ અંતિમ મેચ જીતી વાઈટ વોશથી બચવા પ્રયાસ કરશે. સાઉથમ્પ્ટનમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારો જોવા મળી શકે છે. જો સંજુ સેમસન પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરે તો આશ્ચર્ય થશે નહીં. હવે મોટો પ્રશ્ન એ છે કે: સંજુ સેમસન કોની જગ્યાએ ટીમમાં આવશે? વૈભવ સૂર્યવંશી, જેના માટે તેને પડતો મૂકવામાં આવ્યો હતો, કે પછી ઈશાન કિશન અને તિલક વર્મામાંથી કોઈ એકને બહાર રાખવામાં આવશે?
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જોકે, તેની પહેલી ત્રણ ઈનિંગમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. વધુમાં, તેના IPL ટીમના સાથી ખેલાડી જોફ્રા આર્ચરે છેલ્લી બે મેચમાં જે રીતે તેની નબળાઈઓ છતી કરી તે કોઈ રહસ્ય નથી. પવૈભવ સૂર્યવંશીએ હેલી ત્રણ ઇનિંગમાં 14 ની સરેરાશ અને 168 ના સ્ટ્રાઈક રેટથી માત્ર 42 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડમાં ઈશાન કિશનનું બેટ પણ શાંત રહ્યું છે. તેણે T20 શ્રેણીની ચાર ઈનિંગમાં 16.50 ની સરેરાશ અને 115.78 ના સ્ટ્રાઈક રેટથી ફક્ત 66 રન બનાવ્યા છે. T20 ટીમનો વાઈસ કેપ્ટન તિલક વર્મા પણ ઈશાન અને વૈભવની જેમ જ મુશ્કેલીમાં છે, જેણે શ્રેણીની પ્રથમ ચાર મેચમાં ફક્ત 51 રન જ બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની અંતિમ T20માં ટીમ ઈન્ડિયાની પ્રતિષ્ઠા અને T20માં તેમનું વર્ચસ્વ દાવ પર લાગેલું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટને કઠિન નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે. જો આવું થાય તો પાંચમી T20 માટે સંજુ સેમસનનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ નિશ્ચિત લાગે છે.
એ જોવાનું રસપ્રદ રહેશે કે સેમસન ટીમના બેટિંગ ઓર્ડરમાં તેના અગાઉના સ્થાન પર વૈભવ સૂર્યવંશીને સ્થાને રમે છે કે પછી તે ઈશાન કિશન અને તિલક વર્મામાંથી કોઈ એકના સ્થાને રમશે. જો સેમસનને પાંચમી T20I માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે, તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોઈ એક બહાર થશે એ નિશ્ચિત છે.
સેમસન ઉપરાંત, ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને પણ પાંચમી T20 માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. તે સાઉથમ્પ્ટન T20માં શિવમ દુબેનું સ્થાન લઈ શકે છે. આ સૂર્યાંશ શેડગેની જમણા હાથથી બેટિંગ કરે છે, જેના કારણે તેની પસંદગી થવાની શક્યતા છે.
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન/સંજુ સેમસન (WK), તિલક વર્મા, શ્રેયસ અય્યર (કેપ્ટન), શિવમ દુબે/સૂર્યંશ શેડગે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.
Published On - 3:53 pm, Sat, 11 July 26