
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં ભારતીય ટીમની સફર ભલે ગ્રુપ સ્ટેજમાં પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ ભારતની દીકરી વૃંદા રાઠીને ફાઈનલમાં મોટી જવાબદારી મળી છે. 5 જુલાઈના રોજ આજે રવિવારે ભારતીય સમયઅનુસાર સાંજે 8 કલાકે શરુ થનારી ટી20 વર્લ્ડકપ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો આમનો-સામનો લોર્ડસના સ્ટેડિયમમાં થશે.ICC Women’s T20 World Cup finalમાં ભારતની દીકરી ઇતિહાસ રચશે.
આ મેચને લઈ આઈસીસી તરફથી મેચ ઓફિશિયલ્સના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓન ફીલ્ડ અમ્પાયરમાં ભારતની વૃંદા રાઠીનું નામ સામેલ છે. આ સિવાય બીજી અમ્પાયર જૈકલીન વિલ્યમ્સ હશે.
વૃંદા રાઠી જે મીડિયમ પેસર બોલર રહી છે અને મુંબઈ યુનિવર્સિટી તરફથી મહિલા ટીમથી લઈ સીનિયર લેવલ પર તેને રમવાની તક મળી ન હતી. ત્યારબાદ વૃંદાએ અમ્પાયરિંગમાં પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે વૃંદા મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય બનશે. ટુંકમાં વૃંદા બીજી એવી અમ્પાયર બનશે. જે ઓન ફીલ્ડ અમ્પાયરિંગની જવાબદારી સંભાળશે. આ પહેલા 1987માં પુરુષ વનડે વર્લ્ડકપની ફાઈનલમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. જેમાં ભારતના રામ બાબુ ગુપ્તાએ અમ્પાયરિંગ કરી હતી. આ મેચમાં વૃંદા રાઠી અને જેકલીન વિલિયમ્સ ઓન ફીલ્ડ અમ્પાયરિંગની જવાબદારી સંભાળશે.
મેચ રેફરી તરીકેની જવાબદારી ભારતના જીએસ લક્ષ્મી નિભાવશે, જેમણે અગાઉ 2023 અને 2024ના ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં આ જવાબદારી નિભાવી હતી.
ભારતની મહિલા અમ્પાયર વૃંદા રાઠીને લઈ વાત કરવામાં આવે તો તેમણે ત્રણેય ફોર્મેટમાં આ જવાબદારી સંભાળવાનો અનુભવ છે.2023માં મુંબઈમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી વૃંદા પ્રથમ ભારતીય અમ્પાયર બની હતી. આજ સુધીમાં, વૃંદાએ 20 વનડે અને 77 મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી છે.બંને ટીમોએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે. આ 10મો મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ છે.