AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ પછી સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી, જાણો શું કહ્યું

ભારતીય ટીમના યુવા ખેલાડી 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની બીજી મેચમાં તેને રમવાની તક મળી હતી.

Breaking News : વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ પછી સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી, જાણો શું કહ્યું
| Updated on: Jul 05, 2026 | 11:21 AM
Share

વર્લ્ડ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ એક ખેલાડીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુને લઈ રાહ જોવાતી હતી. તે 15 વર્ષનો યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી છે. આયરલેન્ડ વિરુદ્ધ 2 મેચની ટી20 સીરિઝમાં વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી ન હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝની પહેલી મેચમાં પણ પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું ન હતુ. ત્યારબાદ 4 જુલાઈના રોજ મૈનચેસ્ટરમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20સીરિઝની બીજી મેચમાં વૈભવ સૂર્યવંશીને તક મળી હતી. જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે ડેબ્યુ કરનાર બીજો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે.

વૈભવ સૂર્યવંશીએ પોતાના ડેબ્યુ મેચમાં ભલે 14 રન બનાવ્યા હોય પરંતુ નાની ઈનિગ્સ તેને ખુબ પ્રભાવિત કર્યો છે. મેચ પૂર્ણ થયા બાદ વૈભવ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, જે સપનું જોયું હતુ. તે જીવી રહ્યો છું.

બધાનો આભાર જેઓ આ ઉતાર-ચઢાવમાં મારી સાથે રહ્યા

વૈભવ સૂર્યવંશીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરી પોતાની પહેલી મેચમાં 14 રન બનાવ્યા હતા. જેમાં તેના બેટમાંથી 2 શાનદાર સિક્સ આવી હતી. આ મેચ પૂર્ણ થયા બાદ વૈભવ સૂર્યવંશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ડેબ્યુ કેપ સાથે ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે, અમે બધાએ સાથે મળી જે સપનું જોયું હતુ. તેને જીવી રહ્યો છું. આ તમામનો આભાર જેમણે મને ઉતાર-ચઢાવમાં મારો સાથ આપ્યો. મારી સાથે ઉભા રહ્યા. તમારા બધાનો આભારી છું. વૈભવ સૂર્યવંશીએ સ્ટોરી પોસ્ટ કરી હતી.

View this post on Instagram

જેમાં તેનો ડેબ્યૂ કેપ મેળવતો એક વીડિયો અને બીજો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું, “હું તમારા બધા મેસેજ માટે આભારી છું. હું મારા શુભેચ્છકો અને વરિષ્ઠ ખેલાડીઓનો આભાર માનવા માંગુ છું જેમણે મને ટેકો આપ્યો. હું મારા દેશ માટે રમવાનું ભાગ્યશાળી માનું છું અને હું હંમેશા મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ. આપ સૌનો આભાર.”

હવે ત્રીજી ટી20 મેચ પર વૈભવની નજર

પોતાના પહેલા ઈન્ટરનેશનલ મેચમાં વૈભવ સૂર્યવંશીના બેટમાંથી ભલે 14 રન આવ્યા હોય પરંતુ તેમણે 2 સિક્સ ફટકારી હતી. જેમાં એક સિક્સ જોફ્રા આર્ચર વિરુદ્ધ હતી. વૈભવ મોટા શોર્ટ રમવાના પ્રયાસમાં વિલ જેક્સની બોલ પર સ્ટંપ આઉટ થયો હતો. હવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 7 જુલાઈના રોજ નોટિધમના મેદાન પર રમાનારી ટી20 સીરિઝની ત્રીજી મેચમાં બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેલી છે. મોટી ઈનિગ્સની આશા છે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
g clip-path="url(#clip0_868_265)">