
મહિલા ક્રિકેટમાં પોતાની પ્રતિભા જોઈ દુનિયાભરના યુવા ખેલાડીઓને ફરી એક વખત મોટું મંચ મળવા જઈ રહ્યું છે. આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડકપ 2027ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. આવતા વર્ષે યોજાનાર આ ટૂર્નામેન્ટની મેજબાની બાંગ્લાદેશ અને નેપા સંયુકત રુપથી કરશે. 21 જાન્યુઆરીથી શરુ થનારા આ વર્લ્ડકપમાં 16 ટીમ ખિતાબ માટે ટકરાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરુઆત વેસ્ટઈન્ડિઝ સામે કરશે. આ ટૂર્નામેન્ટની ત્રીજી સીઝન છે. જેની શરુઆત 2023થી થઈ હતી. આગામી વર્લ્ડકપમાં કુલ 41 મેચ રમાશે. જેનું આયોજન દેશના 4 મેદાન પર કરવામાં આવશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં ચાર ટીમોનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી. ગ્રુપ Aમાં ભારત, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને યજમાન નેપાળનો સમાવેશ થાય છે. ગ્રુપ B માં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને સમોઆનો સમાવેશ થાય છે. ગ્રુપ Cમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નાઇજીરીયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)નો સમાવેશ થાય છે. ગ્રુપ Dમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, યુનાઇટેડ સ્ટેટ્સ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટ 21 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલા દિવસે ચાર મેચ રમાશે, જેમાં 8 ટીમો મેદાનમાં ઉતરશે. સહ-યજમાન બાંગ્લાદેશ યુએઈ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. નેપાળ 22 જાન્યુઆરીએ આયર્લેન્ડનો સામનો કરશે, જ્યારે ભારતીય ટીમ તે જ દિવસે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે.
ગ્રુપ સ્ટેજની મેચો 26 જાન્યુઆરી સુધી ચાલશે. જે ટીમો આગળના તબક્કામાં જશે તે સુપર સિક્સ તબક્કામાં જશે. આ તબક્કામાં, ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે. સેમિફાઇનલ મેચો 4 ફેબ્રુઆરીએ ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠ શહીદ ફ્લાઇટ લેફ્ટનન્ટ મતીઉર રહેમાન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. 5 ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટ માટે રિઝર્વ ડે છે. 6 ફેબ્રુઆરીએ ફાઇનલ રમાશે. 7 ફેબ્રુઆરીએ ફાઇનલ માટે રિઝર્વ ડે રહેશે.
અંડર-19 મહિલા ટીમની મેચો ચિત્તાગોંગ, સિલહટ અને કાઠમંડુમાં રમાશે. ભારતીય ટીમને આ દરેક સ્થળોએ ભારત જેવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આનાથી ભારતીય ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનવાની મજબૂત તકો મળી શકે છે.