Breaking News : બાંગ્લાદેશ સામે હાર બાદ પાકિસ્તાન સાથે આ ટીમ પણ સેમિફાઈનલની રેસમાંથી થઈ બહાર ?

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા ICC મહિલા T20 વર્લ્ડ કપના ફક્ત અડધા લીગ મેચ જ પૂર્ણ થયા છે અને પાકિસ્તાન આખરે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનની હાર સાથે વધુ એક ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

Breaking News : બાંગ્લાદેશ સામે હાર બાદ પાકિસ્તાન સાથે આ ટીમ પણ સેમિફાઈનલની રેસમાંથી થઈ બહાર ?
Pakistan Out Of Semi Final Race
Image Credit source: ESPN Cricket
| Updated on: Jun 21, 2026 | 10:22 AM

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા ICC મહિલા T20 વર્લ્ડ કપના ફક્ત અડધા લીગ મેચ જ પૂર્ણ થયા છે અને પાકિસ્તાન આખરે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનની હાર સાથે વધુ એક ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ગ્રુપ A માંથી બે ટીમોની સફર સમાપ્ત થઈ ગયો છે. બંને ટીમો પાસે બે મેચ બાકી છે. આ બન્ને ટીમોની હજુ બે-બે મેચ બાકી છે. પરંતુ તે જીત્યા પછી પણ તેઓ સેમિફાઈનલમાં પહોંચી શકશે નહીં. પાકિસ્તાન બાદ નેધરલેન્ડ્સની ટીમ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

શનિવાર, 20 જૂને મહિલા T20 વર્લ્ડ કપમાં 3 મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને 98 રનથી હરાવ્યું. જેના કારણે તેમના આગળ વધવાના રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. ત્યારબાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું. આ પરિણામ પછી પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ બંને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

બાંગ્લાદેશની 23 રનથી જીત

બાંગ્લાદેશ મહિલા ટીમે પહેલા બેટિંગ કરતા 123 રનનો સ્કોર બનાવ્યો. આ સ્કોરથી એવું લાગતું હતું કે પાકિસ્તાન સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લેશે. પરંતુ બાંગ્લાદેશી બોલરોએ એવું થવા દીધું નહીં અને પાકિસ્તાનને 100 રનમાં રોકી દીધું. પરિણામે બાંગ્લાદેશે 23 રનથી જીત મેળવી. આ સાથે, પાકિસ્તાન હવે T20 વર્લ્ડ કપના સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

ગ્રુપ Aની સ્થિતિ

ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયાએ લગભગ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. જ્યારે ભારત ટીમ બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને બાંગ્લાદેશ અને ચોથા સ્થાને દક્ષિણ આફ્રિકા છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ્સની હજુ 2-2 મેચ બાકી છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 25 જૂને મહત્વપૂર્ણ મેચ રમાશે. પ્રેમા રાવતને ભારતીય ટીમમાં શ્રેયંકા પાટિલના જગ્યાએ સામેલ કરવામાં આવ્યું છે. ભારતે આ ગ્રુપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને પહેલાથી જ હરાવી દીધા છે. ટીમ ઇન્ડિયા હાલમાં ગ્રુપ 1 માં 4 પોઈન્ટ અને +3.975 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.

ગ્રુપ Bની સ્થિતિ

ગ્રુપ B પોઈન્ટ ટેબલ પર નજર નાખતા જોવા મળે છે કે ઈંગ્લેન્ડ ત્રણમાંથી ત્રણ મેચ જીતીને ટેબલમાં ટોચ પર છે. વેસ્ટ ઈન્ડિઝ બેમાંથી બે જીતીને બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડ ત્રણમાંથી એક જીત સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે સ્કોટલેન્ડ ચૌથા સ્થાને છે. શ્રીલંકાએ બેમાંથી એક મેચ જીતી છે. દરમિયાન, છઠ્ઠા ક્રમે રહેલું આયર્લેન્ડ ત્રણેય મેચ હારી ગયું છે અને ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે.

આ પણ વાંચો, IND W vs SA W : વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક માટે ભારતીય મહિલા ટીમ તૈયાર, મોબાઇલ પર FREE માં જુઓ લાઈવ મેચ !

Follow Us