IPL 2027: હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર સસ્પેન્સ, નિર્ણાયક ઘડી નજીક; રવિચંદ્રન અશ્વિનનો મોટો દાવો

ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને અટકળો તેજ થઈ છે. ધોની દ્વારા CSK માં લાવવાના દાવાઓ વચ્ચે રવિચંદ્રન અશ્વિને મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે CSK નહીં, પરંતુ રાજસ્થાન રોયલ્સ આ ટ્રેડ રેસમાં સૌથી આગળ છે.

IPL 2027: હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર સસ્પેન્સ, નિર્ણાયક ઘડી નજીક; રવિચંદ્રન અશ્વિનનો મોટો દાવો
| Updated on: Oct 18, 2026 | 6:59 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન પૂર્વે મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં અટકળોનું બજાર ગરમાયું છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા સક્રિય પ્રયાસ કરી રહી છે અને ખુદ એમએસ ધોની તેને CSK માં આવવા મનાવી શકે છે. જોકે, ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે હાર્દિકનું ચેન્નાઈ જવું વ્યવહારિક રીતે ખૂબ મુશ્કેલ છે.

હાર્દિક પંડ્યા અંગે અશ્વિનનો મોટો દાવો

પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા અશ્વિને આ અફવાઓ પાછળની ગ્રાઉન્ડ રિયાલિટી સમજાવી હતી. અશ્વિને સ્વીકાર્યું કે હાર્દિકનું ટીમમાં જોડાવું ચેન્નાઈ સુપર કિંગ્સને જબરદસ્ત મજબૂતી આપી શકે છે, પરંતુ વર્તમાન સંજોગોમાં આ ટ્રેડ શક્ય બનવો અત્યંત કઠિન છે. અશ્વિને જણાવ્યું હતું કે, “ચર્ચા ચાલી રહી છે કે એમએસ ધોની પોતે હાર્દિકને CSK માં આવવા રાજી કરશે. એમાં કોઈ શંકા નથી કે હાર્દિકનો ઉમેરો CSK માટે ઉત્તમ સાબિત થાય, પરંતુ મારા અંગત મતે આ ડીલ થવી ઘણી મુશ્કેલ છે.”

આ સાથે જ અશ્વિને એક ચોંકાવનારો દાવો કરતાં કહ્યું કે જો હાર્દિક પંડ્યા માટે ટ્રેડ શક્ય બને તો ચેન્નાઈ નહીં પરંતુ અન્ય ટીમ બાજી મારી શકે છે. તેમણે ઉમેર્યું કે, “મને મળેલી માહિતી મુજબ, હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની રેસમાં રાજસ્થાન રોયલ્સનું નામ સૌથી મોખરે છે.”

IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત 15 નવેમ્બરની રિટેન્શન ડેડલાઇનને હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં જો હાર્દિક અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે છેડો ફાટશે, તો આગામી દિવસોમાં રાજસ્થાન રોયલ્સ અને CSK સહિત અનેક ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે જોરદાર ટ્રેડ વોર જોવા મળી શકે છે.

મુંબઈ ઇન્ડિયન્સમાં મોટા ફેરફારનો દોર

અશ્વિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ફ્રેન્ચાઈઝીએ મુખ્ય કોચ મહેલા જયવર્ધને સાથે બે સિઝન બાદ પોતાનો બીજો કાર્યકાળ સમાપ્ત કર્યો છે. વર્ષ 2017 થી 2022 દરમિયાન ટીમને 3 ખિતાબ જીતાડનાર જયવર્ધને 2025 માં ફરી ટીમ સાથે જોડાયા હતા. જોકે, તેમનો આ બીજો કાર્યકાળ ઉતાર-ચઢાવવાળો રહ્યો; વર્ષ 2025 માં ટીમ ક્વોલિફાયર-2 માં બહાર થઈ ચોથા ક્રમે રહી હતી, જ્યારે વર્ષ 2026 ની સિઝન નિરાશાજનક સાબિત થઈ જેમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઇન્ટ ટેબલ પર 9મા ક્રમે સરકી ગઈ હતી.

વિજયાદશમી 2026: દશેરા પર શસ્ત્ર પૂજા માટે માત્ર 46 મિનિટનું મહામુહૂર્ત, જાણો પૂજાની સંપૂર્ણ વિધિ અને પૌરાણિક મહત્વ !

Follow Us
Loading...
Unable to load recommendations.