AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજયાદશમી 2026: દશેરા પર શસ્ત્ર પૂજા માટે માત્ર 46 મિનિટનું મહામુહૂર્ત, જાણો પૂજાની સંપૂર્ણ વિધિ અને પૌરાણિક મહત્વ !

વિજયાદશમીના પાવન પર્વે અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક રૂપે સદીઓથી શસ્ત્ર પૂજનની પરંપરા ચાલી આવે છે. જાણો ઘરમાં સરળતાથી શસ્ત્ર પૂજા કરવાની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ.

વિજયાદશમી 2026: દશેરા પર શસ્ત્ર પૂજા માટે માત્ર 46 મિનિટનું મહામુહૂર્ત, જાણો પૂજાની સંપૂર્ણ વિધિ અને પૌરાણિક મહત્વ !
| Updated on: Oct 15, 2026 | 8:14 PM
Share

વિજયાદશમી એટલે કે દશેરાના પર્વે શસ્ત્ર પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ દિવસે શસ્ત્રોને સાફ કરીને તેના પર તિલક કરવામાં આવે છે અને પુષ્પો અર્પણ કરાય છે. હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે આસો માસના શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. 20 ઓક્ટોબરના રોજ બપોરે 12:50 વાગ્યે થશે અને તેનું સમાપન 21 ઓક્ટોબરના રોજ બપોરે 2:11 વાગ્યે થશે. આવી સ્થિતિમાં, 20 ઓક્ટોબર 2026ના રોજ વિજયાદશમી 2026 ઉજવવામાં આવશે.

દશેરાના દિવસે શસ્ત્ર પૂજન અને નવા કાર્યોની શરૂઆત માટે અપરાહ્ન કાળ તથા વિજય મુહૂર્તને વિશેષ શુભ માનવામાં આવે છે. આ વર્ષે વિજય મુહૂર્ત બપોરે 2:20થી 3:06 વાગ્યા સુધી રહેશે, જેનો કુલ સમયગાળો 46 મિનિટનો છે. દશેરાના દિવસે અપરાહ્ન પૂજાનો સમય બપોરે 1:34થી 3:52 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળો કુલ 2 કલાક 18 મિનિટનો છે.

દશેરા 2026 પર કયો શુભ યોગ બની રહ્યો છે?

વર્ષ 2026 માં વિજયાદશમીના પર્વ પર અત્યંત ફળદાયી શ્રવણ નક્ષત્રનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ, શ્રવણ નક્ષત્ર 19 ઓક્ટોબર 2026 ના રોજ બપોરે 03:38 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે 06:02 વાગ્યા સુધી પ્રભાવી રહેશે.

રાજા-મહારાજાઓની પરંપરા અને આધુનિક સમયમાં શસ્ત્ર પૂજા

પ્રાચીન કાળમાં રાજા-મહારાજાઓ યુદ્ધમાં જતા પહેલાં પોતાના અસ્ત્ર-શસ્ત્રોની વિધિવત પૂજા કરતા હતા, જેથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય અને રાજ્યની રક્ષા માટે દેવી-દેવતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય. આધુનિક સમયમાં આ પર્વ આપણને આપણી જવાબદારીઓ, આંતરિક શક્તિ અને સુરક્ષા પ્રત્યે હંમેશાં સજાગ રહેવાની પ્રેરણા આપે છે. આજે પણ લોકો પોતાના ઘરોમાં આત્મરક્ષાના સાધનોની પૂજા કરે છે. વિજયાદશમીનો આ દિવસ દરેક વ્યક્તિને પોતાના કર્તવ્યો અને સુરક્ષાનું સ્મરણ કરાવે છે તેમજ જીવનમાં કોઈપણ બદી અને અન્યાય સામે લડવાની નવી ઊર્જા આપે છે.

શસ્ત્ર પૂજાનો પૌરાણિક ઇતિહાસ અને મહિષાસુર વધનું રહસ્ય

શસ્ત્ર પૂજાની આ મહાન પરંપરા માત્ર હથિયારોના પૂજન પૂરતી સીમિત નથી, પરંતુ તેનો સંબંધ સીધો ધર્મ, ન્યાય અને અધર્મના વિનાશ સાથે જોડાયેલો છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે દેવતાઓની શક્તિઓ પણ મહિષાસુરના આતંક સામે ઓછી પડવા લાગી હતી, ત્યારે મા દુર્ગાએ તમામ દિવ્ય અસ્ત્ર-શસ્ત્રો ધારણ કરીને તેનો વધ કર્યો હતો. પ્રાચીન કાળથી જ એવી માન્યતા છે કે અન્યાયનો નાશ કરવા અને આત્મરક્ષા કાજે શસ્ત્રોનું સન્માન કરવું અનિવાર્ય છે, જે મનુષ્યને પ્રત્યેક પરિસ્થિતિમાં વિજયી બનાવે છે.

ઘરે શસ્ત્ર પૂજા કરવાની સૌથી સરળ અને સંપૂર્ણ વિધિ:

  • સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો: વિજયાદશમીના દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને શુદ્ધ લાલ અથવા પીળા વસ્ત્રો ધારણ કરો.
  • બાજોઠ (ચોકી) ની સ્થાપના: ઘરના પૂજા સ્થળ કે કોઈ પવિત્ર જગ્યાએ લાકડાનો બાજોઠ મૂકી તેના પર લાલ કે પીળા રંગનું સ્વચ્છ કાપડ પાથરો.
  • શસ્ત્રોની સ્થાપના: તમારા શસ્ત્રો અથવા રક્ષણના પ્રતીક સમા ઉપકરણો (જેમ કે ચપ્પુ, કાતર, તલવાર વગેરે) ને સાફ કરીને બાજોઠ પર સ્થાપિત કરો.
  • ગંગાજળથી શુદ્ધિકરણ: તમામ શસ્ત્રો પર પવિત્ર ગંગાજળ છાંટીને તેમને પવિત્ર અને શુદ્ધ કરો.
  • તિલક અને શૃંગાર: શસ્ત્રો પર કંકુ, અક્ષત (ચોખા), હળદર, તાજા પુષ્પો અને દૂર્વા પૂર્ણ શ્રદ્ધા સાથે અર્પણ કરો.
  • ભોગ અને આરતી: ગોળ અને મીઠાઈનો નૈવેદ્ય ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને ભક્તિભાવથી વિધિવત આરતી કરો.
  • પ્રાર્થના અને આશીર્વાદ: પૂજન સંપન્ન થયા બાદ શત્રુઓ પર વિજય, સમાજમાં શાંતિ અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે સાચા મનથી પ્રાર્થના કરો.

નવરાત્રીમાં અને સામન્ય દિવસોમાં ભારતના એવા 7 પ્રસિદ્ધ મંદિર જ્યાં દેવી – દેવતાને લાગે છે નોનવેજનો ભોગ, જાણો સદીઓ જૂની પરંપરા!

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">