Breaking News: 154.2 km/hr… IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?

IPL 2026 માં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં એક ફાસ્ટ બોલરે તેની ધારદાર ફાસ્ટ બોલિંગથી કહેર મચાવ્યો હતો. આ ખેલાડીએ IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકી હતી. તેણે 154.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જાણો કોણ છે આ યુવા ફાસ્ટ બોલર.

Breaking News: 154.2 km/hr... IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?
Ashok Sharma
Image Credit source: X
| Updated on: Apr 04, 2026 | 9:44 PM

IPL 2026માં ગુજરાત ટાઈટન્સના યુવા ફાસ્ટ બોલર અશોક શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રફ્તાર સિંહ તરીકે જાણીતો અશોક તેની ઝડપી બોલિંગ માટે ફેમસ છે અને સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે છે. આ મેચમાં અશોકે તેની સ્પીડ બતાવી અને સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો.

અશોક શર્માએ સૌથી ઝડપી બોલ ફેંક્યો

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 16મી ઓવર દરમિયાન અશોક શર્માએ સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો. ઓવરનો છેલ્લો બોલ 154.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. તે યોર્કર બોલ હતો જે મિડલ અને ઓફ સ્ટમ્પ પર પડ્યો હતો, જેને ધ્રુવ જુરેલે રમ્યો હતો, પરંતુ અશોકની બોલિંગે આખા સ્ટેડિયમને રોમાંચિત કરી દીધું.

4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી

અશોક શર્માએ સમગ્ર મેચ દરમિયાન આક્રમક બોલિંગ કરી, 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી, પરંતુ તેની બોલિંગની ગુણવત્તા અને ગતિએ વિરોધી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેના યોર્કર અને હાર્ડ લેન્થ બોલિંગ ખાસ કરીને ડેથ ઓવરમાં અસરકારક રહ્યા.

 

કોણ છે અશોક શર્મા?

અશોક શર્મા જયપુર નજીકના રામપુરા ગામના વતની છે. તેના પિતા નાથુ લાલ શર્મા ખેડૂત છે. 17 જૂન, 2002 ના રોજ જન્મેલો અશોક શર્મા તેના શાળાના દિવસોથી જ ક્રિકેટના મેદાન પર રમી રહ્યો છે. તેણે અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેની ઝડપી અને સ્વિંગ બોલિંગથી નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. સ્થાનિક T20 ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શને તેને IPL ડેબ્યૂ કરાવ્યું.

 

ગુજરાત ટાઈટન્સમાં કર્યું ડેબ્યૂ

2022 માં, તેને KKR દ્વારા 55 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. IPL 2025 માં, અશોક શર્મા રાજસ્થાન રોયલ્સ સાથે 30 લાખ રૂપિયામાં જોડાયો હતો. જોકે, તેને ફરી એકવાર તક મળી ન હતી. પરંતુ આ વખતે તેની રાહ પૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં તેણે તક મળી અને તેણે ફાસ્ટ બોલિંગથી કમાલ કર્યો.

Breaking News: એક જ દિવસમાં બે કેપ્ટન બહાર, મુંબઈ ઈન્ડિયન્સ પછી આ ટીમને પણ લાગ્યો મોટો ઝટકો

Published On - 9:43 pm, Sat, 4 April 26

Follow Us