Breaking News: ઉર્વિલ પટેલનું ‘ચિઠ્ઠી સેલિબ્રેશન’! ઈતિહાસ રચ્યા બાદ ગુજરાતી ખેલાડીએ કાગળ કાઢી કોને આપ્યો ‘ખાસ સંદેશ’?

લખનૌ સામે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચનાર ઉર્વિલ પટેલે મેદાનની વચ્ચે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી હતી. આ ચિઠ્ઠી જોઈને આખું સ્ટેડિયમ ભાવુક થઈ ગયું હતું. એવામાં શું તમે જાણો છો કે, ઉર્વિલની એ રહસ્યમય ચિઠ્ઠીમાં શું હતું?

Breaking News: ઉર્વિલ પટેલનું ચિઠ્ઠી સેલિબ્રેશન! ઈતિહાસ રચ્યા બાદ ગુજરાતી ખેલાડીએ કાગળ કાઢી કોને આપ્યો ખાસ સંદેશ?
| Updated on: May 11, 2026 | 12:59 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મહત્વની મેચ 5 વિકેટે જીતીને પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સામે સીએસકેને 204 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા 27 વર્ષના ઉર્વિલ પટેલની 65 રનની તોફાની ઇનિંગે આ મેચને એકતરફી બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ઉર્વિલે આ મેચમાં માત્ર 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ઘણા મોટા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. આ સિવાય, ફિફ્ટી પૂરી કર્યા બાદ ઉર્વિલ પટેલના ‘પર્ચિ’ (ચિઠ્ઠી) સેલિબ્રેશને સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં તેણે તેના પિતાને ખાસ સંદેશ આપ્યો હતો.

આખરે ઉર્વિલે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?

ઉર્વિલ પટેલ જ્યારે આ મેચમાં બેટિંગ કરવા ઉતર્યો, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 45 રન બનાવી લીધા હતા. મેદાન પર આવતાની સાથે જ ઉર્વિલે તેની ઇનિંગના પ્રથમ 8 બોલમાં 6 સિક્સર ફટકારી દીધી હતી. તેણે 13 બોલમાં ફિફ્ટી પૂરી કરીને આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.

ફિફ્ટી પૂરી કર્યા બાદ ઉર્વિલે પહેલા બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો અને પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી જેમાં લખ્યું હતું, “આ તમારા માટે છે પપ્પા.” આ ઉપરાંત ઉર્વિલે તે ચિઠ્ઠીમાં ગુજરાતીમાં પણ ખાસ સંદેશ લખ્યો હતો. ખાસ સંદેશની વાત કરીએ તો, તે ચિઠ્ઠીમાં લખેલું હતું કે, “સધી, જોગણી, ચેહર, ગોગા, સિકોતર માંના આશીર્વાદ…” આ ભાવુક સેલિબ્રેશન ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.

ઉર્વિલે ધોનીને પછાડ્યો, રૈનાનો રેકોર્ડ તોડતા રહી ગયો

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઉર્વિલ પટેલે 65 રનની ઇનિંગમાં 23 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 282.6 નો રહ્યો હતો. CSK માટે આઈપીએલની કોઈ એક ઇનિંગમાં (જેમાં બેટ્સમેને ઓછામાં ઓછા 20 બોલ રમ્યા હોય) આ બીજો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે.

આ મામલે ઉર્વિલે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે, જેણે વર્ષ 2012માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 255 ના સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 51 રન બનાવ્યા હતા. જો કે, આ યાદીમાં સુરેશ રૈના હજુ પણ પ્રથમ ક્રમે છે, જેણે આઈપીએલ 2014માં પંજાબ કિંગ્સ સામે 25 ઓગસ્ટના રોજ 25 બોલમાં 87 રન ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 348 નો રહ્યો હતો.

Breaking News: 8 બોલમાં 6 સિક્સ! 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, ગુજરાતી બેટ્સમેને ચેન્નાઈના મેદાનમાં લખનૌના બોલરોની ઊંઘ ઉડાડી દીધી

Published On - 8:47 pm, Sun, 10 May 26

Follow Us