Breaking News: IPL 2026 ફાઈનલ પહેલા RCB કેપ્ટન રજત પાટીદારે ભર્યો જીતનો હુંકાર, આપ્યું મોટું નિવેદન

IPL 2026ની ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે પોતાની ટીમના બોલિંગ આક્રમણ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાત ટાઈટન્સ સામેની ટાઈટલ ટક્કર પહેલાં પાટીદારે કહ્યું કે મજબૂત બોલિંગ કોઈપણ ટીમને ચેમ્પિયન બનાવી શકે છે. તેણે સતત બીજી વખત ટ્રોફી જીતવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Breaking News: IPL 2026 ફાઈનલ પહેલા RCB કેપ્ટન રજત પાટીદારે ભર્યો જીતનો હુંકાર, આપ્યું મોટું નિવેદન
Rajat Patidar
Image Credit source: X
| Updated on: May 30, 2026 | 10:07 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલમાં RCB અને ગુજરાત ટાઈટન્સ આમને-સામને ટકરાશે. મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રજત પાટીદારે જણાવ્યું કે ટીમ ફાઈનલ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

ફાઈનલ પહેલા કેપ્ટન પાટીદારે ભર્યો હુંકાર

કેપ્ટન રજત પાટીદારે કહ્યું કે કોઈપણ મોટી ટુર્નામેન્ટ જીતવા માટે મજબૂત બોલિંગ આક્રમણ જરૂરી હોય છે. તેના મતે આજના યુગના ક્રિકેટમાં 200 થી વધુ રન બનાવવું મુશ્કેલ નથી, પરંતુ આવા મોટા સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કરવો પડકારજનક હોય છે. તેથી બોલિંગ યુનિટની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બની જાય છે.

પાટીદારે ભુવનેશ્વર કુમારની પ્રશંસા કરી

RCB કેપ્ટને અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી હતી. આ સિઝનમાં ભુવનેશ્વરે સતત અસરકારક બોલિંગ કરીને ટીમને મહત્વપૂર્ણ સફળતા અપાવી છે. પાટીદારે જણાવ્યું કે ભુવનેશ્વરની સ્પષ્ટ યોજના અને મેચ દરમિયાનની સમજ ટીમ માટે મોટી તાકાત સાબિત થઈ રહી છે.

 

ટીમ પ્રદર્શનના કારણે RCB ફાઈનલમાં પહોંચ્યું

જોકે, રજત પાટીદારે ભારપૂર્વક કહ્યું કે ફક્ત ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા સ્ટાર બોલરોના આધાર પર ટાઈટલ જીતી શકાતું નથી. તેણે રસિક સલામ સહિત અન્ય બોલરોના યોગદાનને પણ મહત્વપૂર્ણ ગણાવ્યું. તેના મતે સમગ્ર બોલિંગ ટીમના સામૂહિક પ્રદર્શનને કારણે જ RCB ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી છે.

ફિલ સોલ્ટના રમવા પર પ્રશ્નાર્થ

ઈંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ફિલ સોલ્ટની ફિટનેસ અંગે પાટીદારે જણાવ્યું કે તે હાલમાં નેટમાં બેટિંગ અને પ્રેક્ટિસ કરી રહ્યો છે. જોકે, ફાઈનલમાં તેના રમવા અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટીમ મેનેજમેન્ટ અને તબીબી સ્ટાફ તેની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.

Breaking News: ફ્રીમાં મોબાઈલ અને ટીવી પર આ રીતે IPL 2026 ફાઈનલ જુઓ લાઈવ, જાણો RCB vs GT મેચની સ્ટ્રીમિંગ માહિતી

Follow Us