Breaking News : અર્શદીપ સિંહ ફરી વિવાદમાં, તિલક વર્માને કહ્યું ‘ઓયે અંધેરા’ જુઓ વીડિયો

અર્શદીપ સિંહ નો તિલક વર્મા સાથે મજાકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની ટિપ્પણીને લઈ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જોઈએ શું છે આ આખા વીડિયોમાં જેના કારણે અર્શદીપ સિંહ વિવાદમાં આવ્યો છે.

Breaking News : અર્શદીપ સિંહ ફરી વિવાદમાં, તિલક વર્માને કહ્યું ઓયે અંધેરા જુઓ વીડિયો
| Updated on: May 15, 2026 | 1:39 PM

પંજાબ કિંગ્સ માટે આઈપીએલ 2026 અનોખી સીઝન રહી છે. ગયા વર્ષે રનર-અપ તરીકે નવી સિઝનમાં પ્રવેશ કરનાર પંજાબે સિઝનની શરૂઆત એ જ મજબૂત શરૂઆત સાથે કરી હતી. સતત જીત બાદ હવે ટીમ વારંવાર હારનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ માત્ર પ્રદર્શન જ નહી પરંતુ ટીમ અલગ અલગ વિવાદોના કારણે પણ ચર્ચામાં છે. જેના કેન્દ્રમાં ખાસફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છે. પહેલા ગર્લફ્રેન્ડના કારણે વિાદમાં આવી ચૂકેલો અર્શદીપ સિંહ હવે પોતાના એક સાથી ખેલાડીના રંગને લઈ ટિપ્પણીમાં ફસાયો છે.

ગુરુવારે 14મેના રોજ આઈપીએલ 2026ની 58મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સામનો થયો હતો. મેદાન પર બંન્ને ટીમ ટકકરાય હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંન્ને ટીમના ખેલાડીઓ જોવા મળ્યા હતા. એક હતો પંજાબનો અર્શદીપ અને બીજો હતો મુંબઈ ઈન્ડિયન્સનો તિલક વર્મા. આ વીડિયો અર્શદીપ સિંહે બનાવ્યો હતો. જેમાં તે તિલક વર્માને લઈ જે કહી રહ્યો છે. તેના પર ધમાલ મચી છે.

તિલક વર્માના રંગ પર કરી કોમેન્ટ

આ વાયરલ વીડિયોમાં અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાના પોતાના સાથી મિત્ર તિલક વર્માના રંગને લઈ તેની મજાક ઉડાવતા જોવા મળ્યો છે. તિલક વર્મા અવાજ લગાવતા અર્શદીપ સિંહે કહ્યું ઓ અંધેરે ઈધર આ, સનસ્ક્રીન લગાવી કે નહી? તિલક વર્માએ જ્યારે કહ્યું તેમણે સનસ્ક્રીન લગાવી છે. તો અર્શદીપ સિંહની સામે બેસેલા નમન ધીરને જોઈ પંજાબીમાં કહ્યું આ છે અસલી નુર એટલે ચમક કહે છે. જે કુદરતી છે.

 

 

આ વીડિયો સામે આવ્યા બાદથી અર્શદીપ સિંહ પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે. તેના વિરુદ્ધ એક્શન કરવાની પણ માંગ થઈ રહી છે.તેનું આ વર્તન ખુબ ખરાબ છે પરંતુ ટીમ ઈન્ડિયાના જ સાથી મિત્ર પર આવી કોમેન્ટના કારણે તેને ટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો છે.

પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યો છે અર્શદીપ સિંહ

આને લઈ ફરી પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલરના બ્લોગિંગના સવાલો પર ઉભા થયા છે. જેના કાણે તે પહેલા પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. તેના બનાવેલા એક વીડિયોમાં પંજાબના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પ્લેનની અંદર ઈ સિગારેટ પીતો જોવા મળ્યો હતો. જેના પર ધમાલ મચી હતી.આને લઈ ફ્રેન્ચાઈઝીએ પોતાના ખેલાડીઓને વીડિયોગ્રાફી કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાની સલાહ આપી હતી. આટલું જ નહી. થોડા દિવસો પહેલા બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓના પાર્ટનરને ટીમની બસમાંથી અલગ રહેવાનો આદેશ પણ જાહેર કર્યો હતો. તેમ છતાં અર્શદીપ સિંહ પોતાની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે પંજાબ કિંગ્સની ટીમની બસમાં જોવા મળ્યો હતો.

 

અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક

Follow Us