AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 વર્ષના બાળક જેવી બોલિંગ! ડેબ્યૂ મેચમાં પાકિસ્તાની બોલરની એક્શન પર પ્રશ્નો ઊભા થયા, વોર્નરે પણ મજાક-મજાકમાં ખેલાડીને આડેહાથ લીધો

BBL 15 સીઝન પાકિસ્તાની ખેલાડીઓ માટે સારી રહી નથી. બાબર અને રિઝવાન બેટથી કમાલ કરી શક્યા નથી, જ્યારે શાહીન પણ બોલિંગમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. એવામાં પોતાની પહેલી મેચ રમી રહેલા પાકિસ્તાની ઝડપી બોલરની બોલિંગ એક્શને ઘણા સવાલો ઊભા કર્યા છે.

4 વર્ષના બાળક જેવી બોલિંગ! ડેબ્યૂ મેચમાં પાકિસ્તાની બોલરની એક્શન પર પ્રશ્નો ઊભા થયા, વોર્નરે પણ મજાક-મજાકમાં ખેલાડીને આડેહાથ લીધો
Image Credit source: Getty Images
| Updated on: Jan 10, 2026 | 8:55 PM
Share

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પાકિસ્તાની ખેલાડીઓની ખૂબ જ ચર્ચા થઈ હતી પરંતુ તેમાંથી મોટાભાગના પ્લેયર્સ નિષ્ફળ રહ્યા છે. બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી.

પાકિસ્તાની બોલરનું નામ ‘શું’?

લીગમાં ફક્ત હરિસ રૌફે જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જો કે, હવે લીગમાં વધુ એક પાકિસ્તાની ખેલાડી પ્રવેશ્યો છે અને તેની બોલિંગ એક્શન પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પાકિસ્તાની બોલરનું નામ ઝમાન ખાન છે.

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) નો રહેવાસી પાકિસ્તાની ફાસ્ટ બોલર ઝમાન ખાન શનિવાર, 10 જાન્યુઆરીના રોજ BBL 15 માં બ્રિસ્બેન હીટ માટે પોતાની પહેલી મેચ રમ્યો હતો.

વોર્નરે કરી ચાલુ મેચમાં કરી ‘કોમેન્ટ’!

જો કે, પહેલી જ મેચ તેના માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ. જમણા હાથનો આ ઝડપી બોલર તેની બોલિંગ સ્ટાઈલથી વિવાદમાં આવ્યો છે. ઝમાન ખાનની બોલિંગને સિડની થંડરના કેપ્ટન ડેવિડ વોર્નરે ‘4 વર્ષના બાળક જેવી ગણાવી’ છે.

બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં, જ્યારે ઝમાન ખાન બોલિંગ કરવા આવ્યો, ત્યારે તેનો પહેલો બોલ વાઈડ હતો. જો કે, તે પછીની પહેલી ઓવર હજુ સારી હતી. બીજી અને ત્રીજી ઓવરમાં તેની બોલિંગ અસરકારક સાબિત થઈ નહોતી.

આ દરમિયાન, જ્યારે ઝમાન તેની ત્રીજી ઓવર પૂરી કરી, ત્યારે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ વોર્નર ડાયરેક્ટ અમ્પાયરને ફરિયાદ કરતો જોવા મળ્યો અને તેની વાતચીત સ્ટમ્પ માઈક પર રેકોર્ડ થઈ ગઈ.

વોર્નરે કેમ બાળક જેવી બોલિંગ ગણાવી?

વોર્નરે અમ્પાયરને ઝમાન ખાનની બોલિંગ એક્શન વિશે ફરિયાદ કરતા કહ્યું કે, તેની બોલિંગ 4 વર્ષના બાળક જેવી છે અને તેનો હાથ ખૂબ નીચેથી આવ્યો હતો.

પાકિસ્તાની પેસરને બોલિંગ કરવાની મંજૂરી ન મળી

હકીકતમાં, ઝમાન ખાનની બોલિંગ એક્શન શ્રીલંકાના દિગ્ગજ બોલર લસિથ મલિંગા જેવી જ છે. મલિંગા પછી ક્રિકેટમાં સ્લિંગ એક્શન ધરાવતા ઝડપી બોલરોની સંખ્યા વધવા લાગી છે.

જો કે, અમ્પાયરે વોર્નરની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી ન હતી પરંતુ પાકિસ્તાની પેસરને ફરીથી બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

બોલિંગ ન આપવાનું કારણ તેની એક્શન નહોતી પરંતુ તેની ઇકોનોમી હતી. પાકિસ્તાની બોલરે ફક્ત ત્રણ ઓવરમાં 32 રન આપ્યા હતા. ખાસ વાત એ છે કે, તેને મેચમાં કોઈ જ સફળતા મળી નહોતી.

આ પણ વાંચો: ક્રિકેટના મેદાન પર ચમત્કાર! છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી પણ CSKના બોલરે મેડન ઓવર ફેંકીને હાથમાંથી જીત છીનવી લીધી

g clip-path="url(#clip0_868_265)">