બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના વેન્યૂમાં થયો ફેરફાર, ધર્મશાળાના બદલે આ સ્ટેડિયમમાં થશે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલામાં યોજાવાની હતી.પણ ત્રીજી ટેસ્ટ માટે ધર્મશાલાનું મેદાન તૈયાર ન હોવાથી ત્રીજી ટેસ્ટ મેચના વેન્યૂમાં ફેરફાર થયો છે. હવે આ ટેસ્ટ મેચ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રમાશે. બીસીસીઆઈ આ માહિતી ટ્વિટ કરીને આપી છે. 

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના વેન્યૂમાં થયો ફેરફાર, ધર્મશાળાના બદલે આ સ્ટેડિયમમાં થશે મેચ
Border-Gavaskar Trophy 2023Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 11:25 AM

બોર્ડર ગાવસ્કર ટ્રોફીને લઈને હાલમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં એવી વાત સામે આવી હતી કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની ત્રીજી મેચનું વેન્યૂ બદલાઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલામાં યોજાવાની હતી.પણ ત્રીજી ટેસ્ટ માટે ધર્મશાલાનું મેદાન તૈયાર ન હોવાથી ત્રીજી ટેસ્ટ મેચના વેન્યૂમાં ફેરફાર થયો છે. હવે આ ટેસ્ટ મેચ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રમાશે. બીસીસીઆઈ આ માહિતી ટ્વિટ કરીને આપી છે.

બીજી ટેસ્ટ મેચ 17થી 21 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 1થી 5 માર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. જ્યારે અંતિમ મેચ 9થી 13 માર્ચ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં 9થી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ હતી.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

ઇન્દોરમાં રમાશે ત્રીજી ટેસ્ટ મેચ

પ્રથમ ટેસ્ટ મેચમાં શું થયું ?

નાગપુરમાં પ્રથમે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 177 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ. રવિન્દ્ર જાડેજા આ દરમિયાન 5 વિકેટને લધી હતી. ત્યાર બાદ ભારતે રોહિત શર્માની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે મજબૂત લીડ મેળવવાનો પાયો રચ્યો હતો. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બંનેએ અડધી અડધી સદી નોંધાવી હતી. અક્ષર પટેલે 84 રનની ઈનીંગ રમી હતી. ભારતીય ટીમે ટેસ્ટ મેચના ત્રણેય દિવસ બેટિંગ કરી હતી અને વિશાળ લીડ મેળવી હતી.

પ્રથમ ઈનીંગમાં 400 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ ભારતે 223 રનની લીડ મેળવી હતી. પરંતુ ભારતીય દિગ્ગજ અશ્વિનની બોલિંગ સામે કાંગારુ ટીમે ઝડપથી સમેટાઈ જતા ત્રીજા દિવસે ટેસ્ટનુ પરીણામ સામે આવ્યુ હતુ.બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે એક ઈનીંગ અને 132 રનથી વિજય મેળવ્યો હતો.

19 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 93 રનના સ્કોર પર સમેટાઈ ગયુ હતુ. આ બીજો નિચો સ્કોર નોંધાયો છે, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા 2004માં ભારત સામે 93 રનમાં જ ઓલઆઉટ થયુ હતુ.

અશ્વિને મચાવ્યો હતો તરખાટ

અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને કમાલની બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયનોને એક બાદ એક પેવેલિયનનો રસ્તો મપાવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને વારાફરતી પેવેલિયન મોકલ્યા હતા. ખ્વાજાના રુપમાં ભારતને પ્રથમ સફળતા 7 રનના ઈનીંગ સ્કોર પર મળી હતી. ખ્વાજાએ 5 રન નોંધાવ્યા હતા. ડેવિડ વોર્નરે 41 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. જેનો શિકાર અશ્વિને કર્યો હતો.

મેટ રેનશો (2 રન, 7 બોલ), પીટર હેન્ડ્સકોમ્બ, (6 રન, 6 બોલ) અને વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી (10 રન, 6 બોલ)નો શિકાર અશ્વિને કર્યો હતો. અશ્વિને કમાલની બોલિંગ કરીને પોતાની ફિરકીની જાળમાં 5 કાંગારુઓનો શિકાર કર્યો હતો.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">