AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ben Stokes, IPL 2023: બેન સ્ટોક્સ પ્લેઓફ પહેલા ઘર માટે ફ્લાઈટ પકડશે, 16.25 કરોડના ખેલાડીને CSK એ 2 જ મોકા આપ્યા!

IPL 2023: બેન સ્ટોક્સ ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે અને સિઝનમાં તે માત્ર 2 મેચ જ રમી શક્યો છે. ચેન્નાઈએ બેન સ્ટોક્સને 16.25 કરોડ રુપિયાના ખર્ચે પોતાની સાથે જોડ્યો હતો.

Ben Stokes, IPL 2023: બેન સ્ટોક્સ પ્લેઓફ પહેલા ઘર માટે ફ્લાઈટ પકડશે, 16.25 કરોડના ખેલાડીને CSK એ 2 જ મોકા આપ્યા!
Ben Stokes will return England
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 12:02 AM
Share

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો હિસ્સો છે. બેન સ્ટોક્સને લઈ સમાચાર આવી રહ્યા છે કે, તે સ્વદેશ પરત ફરી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે, તે ટીમ સાથે દિલ્હી પહોંચશે અને તે શનિવાર સુધી દિલ્હીમાં ચેન્નાઈની ટીમ સાથે રહેશે. ત્યાર બાદ દિલ્હીથી તે સીધો જ ઘર માટેની ફ્લાઈટ પકડશે. IPL 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સની અંતિમ લીગ મેચ દિલ્હીમાં શનિવારે રમાનારી છે. દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ ટકરાશે.

ચેન્નાઈની અંતિમ લીગ મેચ રમ્યા બાદ તુરત જ બેન સ્ટોક્સ સ્વદેશ પરત ફરવાના સમાચાર છે. આમ સવાલ એ છે કે, ટીમ પ્લેઓફમાં પહોંચશે, બેન સ્ટોક્સ ટીમ સામે હાજર નહીં હોય. જોકે આ અંગે હજુ સત્તાવર રીતે નિવેદન સામે આવ્યુ નથી. જોકે બેન સ્ટોક્સના પરત ફરવાની વાતને લઈ ચર્ચા ખૂબ મચી રહી છે.

16.25 કરોડ ચેન્નાઈએ ખર્ચ્યા હતા

ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડર ખેલાડીને પોતાની સાથે ઓક્શન દરમિયાન 16.25 કરોડ રુપિયાના ખર્ચે પોતાની સાથે જોડ્યો હતો. ઈંગ્લીશ સ્ટાર ઓલ રાઉન્ડરને ચેન્નાઈની ટીમમાંથી સિઝનમાં માત્ર 2 જ મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન તેણે 2 ઈનીંગ બેટિંગ કરતા એકમાં 7 રન અને બીજીમાં 8 રનનુ યોગદાન આપ્યુ હતુ. જ્યારે એક જ ઓવર કરી હતી અને 18 રન લુટાવ્યા હતા. આમ ચેન્નાઈ માટે પ્રદર્શન સ્ટોક્સનુ ફ્લોપ રહ્યુ હતુ.

સ્ટોક્સ આગામી શનિવારે રમાનારી સિઝનમાં પોતાની ટીમની અંતિમ લીગ મેચ બાદ તુરત જ તે પરત ઈંગ્લેન્ડ માટે રવાના થશે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે લોર્ડસ ટેસ્ટ 1 જૂનથી રમાનારી છે. આમ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ પહોંચીને રેડ બોલ માટેની તૈયારીઓ ટીમ સાથે મળીને કરશે.

આ પણ વાંચોઃ IPL Cheerleaders: ચીયરલીડર્સ સાથે પ્રેક્ષકે કર્યુ ‘ખરાબ’ વર્તન, વિડીયો ઉતારી ખૂબ પરેશાન કરી! Video

આઈપીએલની શરુઆતમાં ઈજામાં સર્જરીને લઈ બેન સ્ટોક્સ ઠીક રુપે ચાલવામાં મુશ્કેલી અનુભવતો હતો. જેના બાદ તે ચેન્નાઈના માટે કોમ્બિનેશનમાં પણ યોગ્ય રીતે ફિટ નહી બેઠો હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. આવામાં હવે તે ટીમ પ્લેઓફમાં પહોંચે તો પણ પોતાને તક મળવાની આશાઓ ઓછી. આમ તે સ્વદેશ પહોંચી ટેસ્ટ માટે તૈયારી કરીને મન બનાવ્યુ હોય એવી ચર્ચા શરુ થઈ છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને 17 પોઈન્ટ્સ સાથે મોજૂદ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">