250 દિવસ બાદ બોલરે હાથમાં બોલ પકડ્યો, પહેલા જ બોલ પર કેપ્ટનને આઉટ કર્યો જુઓ વીડિયો

|

Mar 08, 2024 | 4:38 PM

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ ગત્ત વર્ષ ધુંટણની ઈજાને કારણે બોલિંગ કરતો ન હતો, પરંતુ ધર્મશાળા ટેસ્ટ મેચમાં આવ્યા પહેલા તેમણે એવા સંકેત આપ્યા હતા કે, તેનો જવાબ પણ આપી દીધો હતો. 9 મહિના બાદ સ્ટોક્સે બોલિંગ કરી અને પહેલા જ બોલ પર ચર્ચામાં આવી ગયો છે.

250 દિવસ બાદ બોલરે હાથમાં બોલ પકડ્યો, પહેલા જ બોલ પર કેપ્ટનને આઉટ કર્યો જુઓ વીડિયો

Follow us on

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે, પરંતુ તે છેલ્લા કેટલાક દિવસથી બોલિંગ કરતો ન હતો. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ભારત વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે આ સીરિઝમાં પણ બેન સ્ટોક્સ બોલિંગ કરી ન હતી પરંતુ ધર્મશાળામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં બેન સ્ટોક્સે બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલા જ બોલમાં એવું કર્યું કે, જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા,

છેલ્લી વખત જૂન 2023માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બોલિગ કરી

સ્ટોક્સે ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે બોલિંગ કરી, તે 9 મહિના બાદ બોલિંગ કરી રહ્યો હતો અને પહેલા જ બોલમાં તેમણે રોહિત શર્માની વિકેટ લીધી હતી.સ્ટોક્સે ધર્મશાળા ટેસ્ટ મેચ પહેલા છેલ્લી વખત જૂન 2023માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બોલિગ કરી હતી પરંતુ ત્યારબાદ ન્યુઝીલેન્ડ સીરિઝ દરમિયાન તેમના ધુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બોલિંગ કરી શકતો ન હતો. જૂન 2023 બાદ બેન સ્ટોક્સે માર્ચ 2024માં ટેસ્ટમાં બોલિંગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

 

 

રોહિત શર્મા પણ ન સમજી શક્યો બોલ

સ્ટોક્સે ભારતની ઈનિગ્સની 62મી ઓવરમાં પહેલા બોલ પર રોહિત શર્માને આઉટ કર્યો છે. સ્ટોક્સના બોલથી રોહિત પણ હેરાન રહી ગયો હતો. તે બોલ સમજે એ પહેલા સ્ટંપ ઉડી ગયા હતા. આ બોલ પર આઉટ થયા બાદ રોહિત પણ હેરાન થયો, રોહિત શર્મા આઉટ થતાં પહેલા સદી ફટકારી હતી. રોહિત શર્મા 162 બોલમાં 103 રન બનાવ્યા હતા. જેમાં 13 ચોગ્ગા અને 3 સિક્સ પણ સામેલ છે. રોહિત બીજી વિકેટ તરીકે આઉટ થયો છે. આ સાથે રોહિત અને શુભમન ગિલ વચ્ચે 171 રનની ભાગેદારી નોંધાય હતી.

આ પણ વાંચો : ગુજરાત જાયન્ટસને વધુ એક ઝટકો, મોહમ્મદ શમી, રોબિન મિન્ઝ બાદ આ ખેલાડી શરુઆતની 2 મેચ નહિ રમે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article