ENG vs SA: ઇંગ્લેન્ડ સામે હાર સાથે વન ડે ક્રિકેટમાં થી બેન સ્ટોક્સની વિદાય, દક્ષિણ આફ્રિકા સામે ઈંગ્લીશ ટીમની હાર

|

Jul 20, 2022 | 8:21 AM

સાઉથ આફ્રિકાએ મેચમાં સિક્સર વગર એટલો મોટો સ્કોર બનાવ્યો કે ઈંગ્લેન્ડની ટીમ ત્યાં પહોંચવાથી 62 રન દૂર રહી ગઈ. જો બેન સ્ટોક્સ (Ben Stokes) ઈંગ્લેન્ડની આ કારમી હાર સાથે વિદાય લે છે, તો નવા કેપ્ટનના નેતૃત્વમાં મુલાકાતી ટીમે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.

ENG vs SA: ઇંગ્લેન્ડ સામે હાર સાથે વન ડે ક્રિકેટમાં થી બેન સ્ટોક્સની વિદાય, દક્ષિણ આફ્રિકા સામે ઈંગ્લીશ ટીમની હાર
Ben Stokes અંતિમ મેચમાં ખાસ દેખાવ ના કરી શક્યો

Follow us on

ઈંગ્લેન્ડ યજમાન હતું. બેન સ્ટોક્સ (Ben Stokes) તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે ડરહામમાં મેચ રમી રહ્યો હતો, જે તેની ODI કરિયરની છેલ્લી મેચ પણ હતી. એકંદરે ઇંગ્લેન્ડ અને સ્ટોક્સ માટે ઘણું કરવાનું હતું. પરંતુ, દક્ષિણ આફ્રિકા સામે (Engand vs South Africa) ની શ્રેણીની પ્રથમ વનડેમાં ન તો ઈંગ્લેન્ડ જીતી શક્યું અને ન તો બેન સ્ટોક્સ માટે આ ક્ષણ યાદગાર બની શકી. ઈંગ્લેન્ડની હાર સાથે જ મહાન ઓલરાઉન્ડરે વનડેને અલવિદા કહેવું પડ્યું હતું. સાઉથ આફ્રિકાએ મેચમાં સિક્સર વગર એટલો મોટો સ્કોર બનાવ્યો કે ઈંગ્લેન્ડની ટીમ ત્યાં પહોંચવાથી 62 રન દૂર રહી ગઈ. જો બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની આ કારમી હાર સાથે વિદાય લીધી હતી. જ્યારે પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી હતી.

હવે ફક્ત પ્રથમ મેચની સ્થિતિ જાણો, પછી બાકીની. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી. ડરહામમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વનડેમાં તેણે 50 ઓવરમાં 5 વિકેટે 333 રન બનાવ્યા. એટલે કે ઈંગ્લેન્ડ સામે 334 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે તેનો દાવ 46.5 ઓવરમાં માત્ર 271 રનમાં જ સમેટાઇ ગયો હતો. એટલે કે આખી ટીમ 50 ઓવર પણ ન રમી શકી અને 62 રનથી મેચ હારી ગઈ.

છગ્ગા વિના પણ સ્કોર બોર્ડ 300 પ્લસ

દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 333 રનનો જે મોટો ટાર્ગેટ આપ્યો હતો તેની પાછળ ઘણા બધા પરિબળો મહત્વપૂર્ણ હતા. સૌથી મહત્વની વાત એ છે કે સાઉથ આફ્રિકાએ ઇનિંગ્સમાં એક પણ સિક્સ મારી ન હતી, છતાં તેણે આટલો મોટો સ્કોર બનાવ્યો હતો. વનડે ક્રિકેટમાં સિક્સર વગરનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. સિક્સર ફટકાર્યા વિના સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. તેણે વર્ષ 2020માં વેસ્ટ ઈન્ડિઝ સામે 345 રન બનાવ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાસીએ પોતાની ત્રીજી ODI સદી ફટકારી હતી

સાઉથ આફ્રિકાને એક પણ સિક્સર વિના આટલા મોટા સ્કોર સુધી પહોંચાડવામાં રાસી વાન ડેર ડુસેનની ત્રીજી વનડે સદીએ પણ મોટી ભૂમિકા ભજવી હતી. તેણે 117 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 134 રન બનાવ્યા હતા. તેના સિવાય એડન માર્કરામે 61 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનિંગમાં યેનેમન મલાને 57 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણ ઇનિંગ્સે દક્ષિણ આફ્રિકા માટે ગેમ સેટ કરી દીધી હતી.

ODIમાં સ્ટોક્સની અંતિમ રમત

બેન સ્ટોક્સ તેની છેલ્લી વનડેમાં બિલકુલ પ્રદર્શન કરી શક્યો ન હતો, જે ઈંગ્લેન્ડની હારનું મુખ્ય કારણ બન્યું હતું. બોલિંગમાં તેણે 5 ઓવરમાં 44 રન આપ્યા, જ્યારે બેટિંગમાં તેનો દાવ માત્ર 5 રનથી આગળ વધી શક્યો નહીં, જે રન મેળવવા માટે તેણે 11 બોલનો સામનો કર્યો હતો અને તે માર્કરમના બોલ પર લેગ બિફોર આઉટ થયો હતો.

Published On - 8:19 am, Wed, 20 July 22

Next Article