Ben Stokes Retirement: ઈંગ્લેન્ડનો સૌથી અમીર ક્રિકેટર ગણાય છે બેન સ્ટોક્સ, મોંઘીદાટ કાર્સનો છે માલિક, જાણો કેટલી મેળવે છે સેલરી
બેન સ્ટોક્સે (Ben Stokes) બધાને ચોંકાવતા ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. 31 વર્ષીય બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને 2019નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે બધાને ચોંકાવતા ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. 31 વર્ષીય બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને 2019નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ODI ક્રિકેટમાં સ્ટોક્સે 39 થી વધુની સરેરાશથી લગભગ 3000 રન બનાવ્યા છે. તાજેતરમાં, તેને ઇંગ્લેન્ડ દ્વારા ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેણે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
1 / 5
બેન સ્ટોક્સની વાત કરીએ તો તે સૌથી વધુ કમાણી કરનાર ઈંગ્લિશ ક્રિકેટર છે. અહેવાલો અનુસાર, ECB બેન સ્ટોક્સને વાર્ષિક 3.36 મિલિયન ડોલર અથવા લગભગ રૂ. 27 કરોડ આપે છે.
2 / 5
બેન સ્ટોક્સની નેટવર્થની વાત કરીએ તો તે 11 મિલિયન ડોલરથી વધુ છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ છે. આ સિવાય તેણે IPL કરતા પણ ઘણી વધુ કમાણી કરી છે.
3 / 5
બેન સ્ટોક્સ ડરહામમાં રહે છે અને તેનુ રહેઠાણ 2.2 એકરમાં ફેલાયેલુ છે. સ્ટોક્સના કિલ્લા જેવા ઘરમાં પાંચ બેડરૂમ છે. ઘરમાં જિમ, થિયેટર, ગેમિંગ રૂમ અને લાઇબ્રેરી પણ છે.
4 / 5
બેન સ્ટોક્સ જેટલી વધારે કમાણી કરે છે તે મુજબ તેની પાસે કારનું કલેક્શન પણ મોટું છે. સ્ટોક્સ પાસે ચાર મોંઘી કાર છે. તેમાં મર્સિડીઝ AMG GT63, રેન્જ રોવર, ફેરારી અને ઓડી કારનો સમાવેશ થાય છે.