રોહિત શર્મા પહેલા આ દિગ્ગજ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ છોડશે, ગૌતમ ગંભીરની જૂની IPL ટીમમાં જોડાશે!

|

Aug 20, 2024 | 3:39 PM

IPL 2025 સિઝન પહેલા સૌથી વધુ ચર્ચા એ છે કે શું રોહિત શર્મા 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહેશે કે નહીં, પરંતુ એ પહેલા લાંબા સમયથી MI ફ્રેન્ચાઈઝીનો ભાગ રહી ચૂકેલા વધુ એક દિગ્ગજ જલદી ટીમ છોડી દેશે એવું લગભગ નક્કી લાગી રહ્યું છે.

રોહિત શર્મા પહેલા આ દિગ્ગજ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ છોડશે, ગૌતમ ગંભીરની જૂની IPL ટીમમાં જોડાશે!
Mumbai Indian

Follow us on

આ વર્ષના અંતમાં યોજાનારી IPLની મેગા ઓક્શનને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવિધ પ્રકારની હિલચાલ ચાલી રહી છે. દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે ફ્રેન્ચાઈઝી ટીમો કેટલા ખેલાડીઓને રિટેન કરવા દેશે. આ પછી જ સ્પષ્ટ થશે કે એમએસ ધોની અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ આગામી સિઝનમાં પોતપોતાની ટીમ સાથે રહેશે કે નહીં. આમાં પણ રોહિત શર્માના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાની શક્યતાઓ પ્રબળ છે. આવું થશે કે નહીં તે થોડા મહિનામાં સ્પષ્ટ થઈ જશે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાનો પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાન મુંબઈ ઈન્ડિયન્સ છોડશે તેવી પૂરી શક્યતા છે.

ઝહીર લાંબા સમયથી મુંબઈમાં

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝહીર ખાન આગામી સિઝન પહેલા 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથેની તેની સફર સમાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યો છે. ઝહીર લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટનો હિસ્સો છે, જ્યાં તે બોલિંગ કોચ બન્યા બાદ ડિરેક્ટર ઓફ ક્રિકેટ બન્યો હતો. ત્યારબાદ 2022માં મુંબઈ ઈન્ડિયન્સે તેને પ્લેયર્સ ડેવલપમેન્ટનો ગ્લોબલ હેડ બનાવ્યો હતો. જે અંતર્ગત ઝહીર બીજી T20 લીગમાં હાજર MI ફ્રેન્ચાઈઝી ટીમોમાં ખેલાડીઓના વિકાસ પર કામ કરી રહ્યો હતો. હવે બે વર્ષ સુધી આ ભૂમિકામાં રહ્યા પછી, ઝહીર MIથી અલગ થશે એવું લાગી રહ્યું છે. અને હવે તેનું નામ ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ ગૌતમ ગંભીરની જૂની ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ રહ્યું છે.

ઝહીર લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાશે

ક્રિકબઝના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝહીર ખાન હવે IPLની નવી ફ્રેન્ચાઈઝી પૈકીની એક લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાઈ શકે છે. મેન્ટરની ભૂમિકાને લઈને ઝહીર અને ફ્રેન્ચાઈઝી વચ્ચે વાતચીત ચાલી રહી છે. લખનૌ ફ્રેન્ચાઈઝી 2022થી IPLમાં ભાગ લે છે, અને હાલ તેમની ટીમમાં કોઈ મેન્ટર નથી. આ પહેલા ગૌતમ ગંભીર સતત બે સિઝન માટે તેનો મેન્ટર હતો, પરંતુ છેલ્લી સિઝન પહેલા, તે કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝહીર માત્ર મેન્ટર જ નહીં પરંતુ ટીમના બોલિંગ કોચની ભૂમિકા પણ નિભાવશે. યોગાનુયોગ, લખનૌના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ હવે ગંભીરની સાથે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફનો ભાગ બનવા જઈ રહ્યો છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

લખનૌના કોચિંગ સ્ટાફમાં દિગ્ગજો

લખનૌએ ગત સિઝનમાં જ તેના કોચિંગ સેટઅપમાં મોટો ફેરફાર કર્યો હતો. ગંભીર ઉપરાંત મુખ્ય કોચ એન્ડી ફ્લાવર પણ ચાલ્યા ગયા, ત્યારબાદ જસ્ટિન લેંગરે ટીમની કમાન સંભાળી હતી અને તેમની સાથે એડમ વોગ્સ અને લાન્સ ક્લુઝનર પણ આવ્યા, જ્યારે જોન્ટી રોડ્સ પહેલાથી જ ટીમનો ભાગ હતા. આ તમામ આગામી સિઝનમાં ટીમનો હિસ્સો બનશે, હવે માત્ર રાહ એ છે કે ઝહીર ટીમનો ભાગ બને છે કે નહીં.

આ પણ વાંચો: 1 ઓવરમાં 39 રન, યુવરાજ સિંહનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો 6 છગ્ગા પણ ફટકાર્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:38 pm, Tue, 20 August 24

Next Article