Wriddhiman Sahaના ટ્વીટ અને ઈન્ટરવ્યુ પર બીસીસીઆઈ એક્શનમાં, મામલાની તપાસ કરશે, દોષિતો સામે પગલાં લેશે

|

Feb 21, 2022 | 10:15 AM

BCCI હવે રિદ્ધિમાન સાહાના કેસ પર સંપૂર્ણ કાર્યવાહી કરવાના મૂડમાં છે. તેણે ભારતીય વિકેટકીપરના ઇન્ટરવ્યુ અને તેના પછીના ટ્વીટની તપાસ કરવાનું મન બનાવી લીધું છે.

Wriddhiman Sahaના ટ્વીટ અને ઈન્ટરવ્યુ પર બીસીસીઆઈ એક્શનમાં, મામલાની તપાસ કરશે, દોષિતો સામે પગલાં લેશે
BCCI will investigate Saha quote and tweet
Image Credit source: AFP

Follow us on

BCCI હવે રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) મામલે સંપૂર્ણ કાર્યવાહી કરવાના મૂડમાં છે. તેણે ભારતીય વિકેટકીપર ( Indian Wicketkeeper)ના ઈન્ટરવ્યુ અને તેના પછીના ટ્વીટની તપાસ કરવાનું મન બનાવી લીધું છે. બોર્ડ સાહાની ટ્વીટ્સમાં સ્ક્રીનશોટ તરીકે જોડાયેલા તે WhatsApp સંદેશાઓની પણ તપાસ કરશે, જે પત્રકારો દ્વારા તેમને મોકલવામાં આવ્યા છે. જો આ કેસમાં કોઈ દોષી સાબિત થશે તો ભારતીય ક્રિકેટ બોર્ડ તેની સામે પણ કાર્યવાહી કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સાહા કેસમાં બીસીસીઆઈની દખલગીરીના આ સમાચાર પ્રકાશિત કર્યા છે.

સૂત્રોએ તેમને કહ્યું કે, “બોર્ડ આને હળવાશથી ન લઈ શકે. તે સમગ્ર મામલાની તપાસ કરશે. સાહાએ ઈન્ટરવ્યુમાં જે પણ કહ્યું અને તે પછી તેણે શું ટ્વીટ કર્યું. બોર્ડ તે જોશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

તેની તપાસ પ્રક્રિયા દરમિયાન, BCCI એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે ભૂતકાળમાં કોઈ ક્રિકેટરને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કે કેમ. બોર્ડના એક અધિકારીએ TOIને કહ્યું, સાહા એવા ખેલાડીઓમાંથી એક છે જેમનો બોર્ડ સાથે કરાર છે. આવી સ્થિતિમાં બોર્ડ પોતાના ખેલાડીઓને અલગથી છોડી શકે નહીં. જો તેની પાછળ કોઈ સાંઠગાંઠ હશે તો તેની પણ તપાસ કરીશું.

 

 

ગાંગુલીના વિશ્વાસ બાદ સાહાને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો

શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ સાહાએ રવિવારે ESPNCricinfoને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જ્યારે મેં ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં 61 રનની અણનમ ઈનિંગ રમી હતી, ગરદનના દુખાવા સામે ઝઝૂમી હતી, ત્યારે મને દાદાએ (સૌરવ. ગાંગુલી)એ તેમને મેસેજ કરીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી હું BCCIમાં છું ત્યાં સુધી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ તે પછી માત્ર એક શ્રેણી મારી સાથે જે થયું, જે થયું તેનાથી હું આશ્ચર્યચકિત છું.

 

સાહાના સમર્થનમાં ક્રિકેટરો

સાહાએ વોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ પણ ટ્વિટ કર્યો હતો જે પત્રકારને ઇન્ટરવ્યુ માટે દબાણ કરીને મોકલવામાં આવ્યો હતો. આ ટ્વીટ બાદ સાહાને અન્ય ભારતીય ક્રિકેટરોનું સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ સાહાના સમર્થનમાં સામે આવ્યા છે.

 

આ પણ વાંચો : India No 1 In T20 Rankings: વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારત T20માં વિશ્વની નંબર વન ટીમ બની, વર્ષો પછી ટોચ પર પહોંચી

Next Article