Tokyo Olympics માં ભાગ લેનારા ખેલાડીઓ માટે BCCI આટલા કરોડની કરશે મદદ

|

Jun 21, 2021 | 9:20 AM

BCCI એ બેઠક યોજવા દરમ્યાન આ નિર્ણય લઇ તે અંગેની ઘોષણા કરી હતી. BCCI ની વર્ચ્યુલ યોજાયેલી મહત્વની બેઠક દમ્યાન ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલીફાઇ થનારા ખેલાડીઓને માટે નિર્ણય કરાયો છે.

Tokyo Olympics માં ભાગ લેનારા ખેલાડીઓ માટે BCCI આટલા કરોડની કરશે મદદ
Olympics-Jay Shah-sourav ganguly

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. BCCI એ બેઠક યોજી તે  દરમ્યાન આ નિર્ણય લઇ ને મદદ કરવા અંગેની જાહેરાત કરી હતી. BCCI ની વર્ચ્યુલ યોજાયેલી મહત્વની બેઠક દમ્યાન ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલીફાઇ થનારા ખેલાડીઓને માટે નિર્ણય કરાયો છે. જે મુજબ ખેલાડીઓની તૈયારીઓ અને પ્રશિક્ષણ માટે 10 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે.

મહત્વનો નિર્ણય કરનારી બેઠક BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly), અને સચિવ જય શાહ (Jay Shah) ની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે બીસીસીઆઇ ના એક પદાધિકારી એ કહ્યુ હતુ, બીસીસીઆઇ ઓલિંમ્પિક દળની મદદ કરશે.

આગળ કહ્યુ, મહત્વની બેઠકે આ માટે 10 કરોડ રુપિયાની આર્થિક મદદ ની મંજૂરી આપી છે. જેનો ઉપયોગ ખેલાડીઓની તૈયારીઓ અને તેના અન્ય ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને ભારતીય ઓલિંમ્પિક સંઘ (IOA) સાથે વાતચીત કરીને રકમ ચુકવણી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આગામી 23 જૂલાઇ થી ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવ રમાનાર છે. જેમાં 100 થી વધુ ભારતીય ખેલાડીઓ ભાગ લેવા માટે ક્વોલીફાય કરી ચુક્યા છે. જેમાં ભાગ લેનારા ખેલાડીઓ હાલમાં દેશ અને વિદેશમાં તૈયારીઓ કરી રહ્યા છે

અગાઉ પણ BCCI એ મદદ કરી છે.

ટોક્યો ઓલિંમ્પિક માટે જનારા ખેલાડીઓના દળને માટે આ પ્રોત્સાહન બળ પૂરુ પાડનાર હશે. આ પહેલા IOA એ દ્રારા ચાઇનીઝ કિટ સ્પોન્સરને હટાવી દીધો દેવાયા હતા. ખેલાડીઓ સ્પોન્સર વિનાના યુનિફોર્મ સાથે ટોક્યોમાં રમતમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. આમ હવે બીસીસીઆઇ ની આર્થિક સહાય ઉપયોગી નિવડશે. અધિકારી એ કહ્યુ બીસીસીઆઇ હંમેશા ઓલિંમ્પિક રમતોના વિકાસ માટે મદદ કરવામાં માને છે. આ પ્રથમ વખત નથી, અગાઉ પણ બોર્ડ દ્રારા મદદ કરાઇ છે.

Next Article