Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup: મુશ્કેલી વચ્ચે BCCI એ નિકાળ્યો માર્ગ, 5 ક્રિકેટરોને ભારત થી વેસ્ટ ઇન્ડિઝ યુદ્ધના ધોરણે મોકલશે

ભારતની ટીમ (Team India) અંડર-19 વર્લ્ડ કપના ગ્રુપ બીમાં છે અને તેણે તેની શરૂઆતની બંને મેચો જીતીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

U19 World Cup: મુશ્કેલી વચ્ચે BCCI એ નિકાળ્યો માર્ગ, 5 ક્રિકેટરોને ભારત થી વેસ્ટ ઇન્ડિઝ યુદ્ધના ધોરણે મોકલશે
ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓ કોરોના સંક્રમિત છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 4:26 PM

ભારતની અંડર 19 (India U19) ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપ (U19 World Cup) રમી રહી છે. આ ટુર્નામેન્ટમાં જીતનો સિલસિલો ચાલુ છે. પરંતુ, વિજયની ઉજવણી વચ્ચે કોરોનાનો પડછાયો પણ જોવા મળી રહ્યો છે. આયર્લેન્ડ સામે રમાયેલી બીજી વનડે પહેલા ભારતના 6 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તે મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનને ઘણી મુશ્કેલીથી બનાવી શકાઇ હતી. ટૂર્નામેન્ટ માટે ભારત 17 ખેલાડીઓની ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યું હતું. આવી સ્થિતિમાં, 6 ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા પછી, માત્ર એટલા જ ખેલાડીઓ બચ્યા હતા, જેમને પ્લેઇંગ ઇલેવન બનાવવા માટે જોડી શકાય છે.

આયર્લેન્ડ સામે, ભારત એ જ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતર્યું જેઓ તેમના કોરોનામાંથી બચી ગયા હતા. પરંતુ, હવે આગળની મેચોમાં મુશ્કેલી ન વધે તે માટે BCCIએ ટૂર્નામેન્ટ પહેલા પસંદ કરાયેલા 5 રિઝર્વ ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ મોકલવાનો નિર્ણય કર્યો છે.

ભારતની ટીમ અંડર-19 વર્લ્ડ કપના ગ્રુપ બીમાં છે અને તેણે તેની શરૂઆતની બંને મેચો જીતીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. બીજી મેચમાં, કોરોનાનો શિકાર હોવા છતાં, તેણે આયર્લેન્ડને 174 રનથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ પર તેની ત્રીજી મેચ યુગાન્ડા સામે રમવાની છે. આ મેચમાં પણ ભારત એ જ 11 ખેલાડીઓ સાથે ઉતરશે જે આયર્લેન્ડ સામે રમ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

BCCI વેસ્ટ ઈન્ડિઝમાં 5 રિઝર્વ ખેલાડીઓ મોકલશે

પરંતુ, ગ્રુપ સ્ટેજ પછી નોકઆઉટ મેચો શરૂ થશે. આવી સ્થિતિમાં, કોરોનાની ઘૂસણખોરીને કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ન વધે તેને ધ્યાનમાં રાખીને, BCCIએ 5 રિઝર્વ ખેલાડીઓ ઉદ્યમ સહારન, વિકેટ કીપર બેટ્સમેન અભિષેક પોરેલ, ઋષિથ રેડ્ડી, અંશ ગોસાઈ અને પીએમ સિંહ રાઠોડને વેસ્ટ ઈન્ડિઝ મોકલવાનો નિર્ણય કર્યો છે.

10 દિવસ માટે ક્વોરેન્ટાઈન છે કોરોના પોઝિટિવ ખેલાડીઓ

જે ખેલાડીઓ કોરોના પોઝિટિવ છે તેમના માટે 10 દિવસની ક્વોરેન્ટાઇનની જોગવાઈ છે. આવી સ્થિતિમાં, તે ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ સારું રમશે કે કેમ તે અંગે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. અહીં, જો ક્વાર્ટર ફાઈનલ પહેલા ભારતીય કેમ્પમાં કોરોના વધુ ફેલાય છે તો મુશ્કેલીઓ વધી શકે છે. BCCIએ અંડર-19 વર્લ્ડ કપમાં આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચોઃ Ind Vs Pak: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ક્રિકેટ જંગ, ICCએ તારીખ કરી નક્કી, જાણો ક્યારે થશે મહામુકાબલો

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી 

g clip-path="url(#clip0_868_265)">