BCCI અધિકારીનું નિવેદન, ગાંગુલી અને તેંડુલકર વચ્ચે પણ થયું છે, જે વિરાટ અને રોહિત સાથે ચાલી રહ્યું છે

|

Aug 06, 2022 | 11:30 AM

BCCIના ખજાનચી અરુણ ધૂમલે કહ્યું કે અમે સુનીલ ગાવસ્કર અને કપિલ દેવથી લઇને સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર સાથે પણ આવું જ કંઈક થતું જોયું છે.

BCCI અધિકારીનું નિવેદન, ગાંગુલી અને તેંડુલકર વચ્ચે પણ થયું છે, જે વિરાટ અને રોહિત સાથે ચાલી રહ્યું છે
Rohit Sharma and Virat Kohli (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું ખરાબ ફોર્મ હાલ ચિંતાનું કારણ બની રહ્યું છે. ક્રિકેટ જગતમાં આ દિવસોમાં દરેક જગ્યાએ તેના વિશે ચર્ચા થઈ રહી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ પસંદગીકારોએ વિરાટને બ્રેક આપવાનો નિર્ણય કર્યો હતો. પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને પછી ઝિમ્બાબ્વે સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં તેનું નામ સામેલ ન હતું. બીસીસીઆઈ (BCCI) ના ખજાનચી અરુણ ધૂમલનું કહેવું છે કે કોહલી સાથે જે થઈ રહ્યું છે તે પહેલા ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સાથે થઈ ચૂક્યું છે.

આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કઇપણ બોલી શકો છોઃ અરૂણ ધુમલ

BCCI ના ખજાનચી અરૂણ ધૂમલે વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ સાથે વાત કરતાં કહ્યું, “અમે આ બધી બાબતો વિશે ક્યારેય વિચારતા નથી. રમત પ્રત્યેના ચાહકોનો જુસ્સો છે જે તેમને આ પ્રકારની વસ્તુઓ પર ચર્ચાઓ વિશે વાત કરવા માટે પ્રેરિત કરે છે.” જ્યારે તમે લાગણીઓ સાથે જોડાઈ જાઓ છો ત્યારે તમે આ બધી વાતો બોલો. આજે પણ સોશિયલ મીડિયા જે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કંઈપણ બોલી શકો છો. કોઈપણ પ્રતિબંધ વિના મુક્તપણે બોલે છે.”

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

ગાવસ્કર અને કપિલ દેવ સાથે પણ આવું થઇ ચુક્યું છેઃ અરૂણ ધુમલ

ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલીએ ટી-20 અને ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેને વનડે ક્રિકેટ (ODI Cricket) માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) ને ત્રણેય ફોર્મેટનો સુકાની બનાવવામાં આવ્યો હતો. અરૂણ ધૂમલે કહ્યું, “અમે સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) અને કપિલ દેવ (Kapil Dev) સાથે પણ કંઈક આવું જ જોયું. તે પછી સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે પણ આવું જ થયું. સોશિયલ મીડિયા પર ચર્ચા એટલી હદે જાય છે કે મોટા ભાગના લોકો તેને ગ્રાન્ટેડ લે છે.”

Next Article