AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Novak Djokovic lands in Dubai : ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ થયા બાદ નોવાક જોકોવિચ દુબઈ પહોંચ્યો

કોર્ટના નિર્ણય બાદ જોકોવિચની ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસમાં ભાગ લેવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. રવિવારે ફેડરલ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ જાહેર હિતના આધારે સર્બિયન ખેલાડીના વિઝા રદ કરવાના ઇમિગ્રેશન પ્રધાનના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

Novak Djokovic lands in Dubai : ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ થયા બાદ નોવાક જોકોવિચ દુબઈ પહોંચ્યો
Novak Djokovic lands in Dubai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 11:09 AM
Share

Novak Djokovic lands in Dubai : વિશ્વનો નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ થયા બાદ સોમવારે વહેલી સવારે દુબઈ પહોંચી ગયો હતો. જોકોવિચ (Novak Djokovic)ને લાવનાર અમીરાતની ફ્લાઇટ મેલબોર્નથી સાડા તેર કલાકની ઉડાન ભરી દુબઇ એરપોર્ટ પર આવી હતી. દુબઈ આવતા પ્રવાસીઓ માટે રસીકરણ જરૂરી નથી. જો કે, ફ્લાઇટમાં બેસવા માટે તેઓએ નેગેટિવ પીસીઆર ટેસ્ટ બતાવવો પડશે.

કોર્ટના નિર્ણય બાદ જોકોવિચની ઓસ્ટ્રેલિયા ઓપન (Australia Open)ટેનિસમાં ભાગ લેવાની આશા પર પાણી ફર્યું હતુ. ફેડરલ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ રવિવારે જાહેર હિતના આધારે સર્બિયન ખેલાડીના વિઝા રદ કરવાના ઇમિગ્રેશન પ્રધાનના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જોકોવિચના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ખેલાડીને દેશમાં જ રહેવાની અને મેડિકલ મુક્તિ હેઠળ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ કારણ કે, તેણે ગયા મહિને કોરોનાવાયરસની ઝપેટમાં આવ્યો હતો.

જોકોવિચે નવ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યા

જોકોવિચ આગળ ક્યાં પ્રવાસ કરવાની યોજના ધરાવે છે તે હજુ સ્પષ્ટ નથી. દુબઈ ડ્યુટી ફ્રી ટેનિસ ટૂર્નામેન્ટ, જે જોકોવિચે 2020માં જીત્યો હતો, જોકોવિચે નવ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યા છે. એકંદરે 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ તે રોજર ફેડરર અને રાફેલ નડાલ સાથે બરાબરી પર છે. ફેડરર આ વર્ષે ફિટનેસની સમસ્યાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઈ રહ્યો નથી.

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ જોકોવિચના વિઝા 5 જાન્યુઆરીએ મેલબોર્નમાં તેના આગમન પર રદ્દ કરી દીધા હતા. તેમના મતે, જોકોવિચ ઓસ્ટ્રેલિયાના કડક કોરોના રસીકરણ નિયમોમાં તબીબી છૂટ મેળવવા માટે જરૂરી માપદંડોને પૂર્ણ કરી શક્યો નથી. આ પછી જોકોવિચે કોર્ટનો આશરો લઈને નિર્ણય પલટાવ્યો હતો.

પરંતુ શુક્રવારે ઇમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકે વિશેષાધિકારોનો ઉપયોગ કરીને બીજી વખત જોકોવિચના વિઝા રદ કર્યા હતા. જોકોવિચે ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ રવિવારે આપવામાં આવેલો ચુકાદો તેની તરફેણમાં ગયો ન હતો.

g clip-path="url(#clip0_868_265)">