AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિષભ પંત-યશસ્વી જયસ્વાલ જ્યાં રહ્યા ફ્લોપ, ત્યાં 19 વર્ષના ખેલાડીએ ફટકારી લડાયક સદી

દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની ઈન્ડિયા A અને ઈન્ડિયા B વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનો રિષભ પંત, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન સસ્તામાં આઉટ થઈ ગયા હતા પરંતુ 19 વર્ષના મુશીરે આ શાનદાર સદી ફટકારી મુશ્કેલીમાં મુકાયેલી ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. મુશીર ખાને તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી છે.

રિષભ પંત-યશસ્વી જયસ્વાલ જ્યાં રહ્યા ફ્લોપ, ત્યાં 19 વર્ષના ખેલાડીએ ફટકારી લડાયક સદી
Musheer Khan score Century
| Updated on: Sep 05, 2024 | 5:25 PM
Share

દુલીપ ટ્રોફી 2024ના પ્રથમ રાઉન્ડની મેચોના પહેલા દિવસે ફાસ્ટ બોલરોએ બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. બોલરોના તોફાન વચ્ચે યુવા બેટ્સમેન મુશીર ખાને મક્કમ રહીને શાનદાર સદી ફટકારી હતી. ઈન્ડિયા-B તરફથી રમતા 19 વર્ષના મુશીરે ઈન્ડિયા-A વિરુદ્ધ આ સદી ફટકારી અને મુશ્કેલીમાં મુકાયેલી પોતાની ટીમને વધુ સારી સ્થિતિમાં પહોંચાડી દીધી.

મુશીર ખાનની દમદાર સદી

એક તરફ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનો રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને IPLમાં ધમાલ મચાવનાર નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, સાઈ કિશોર સસ્તામાં આઉટ થઈ ગયા, તો બીજી 19 વર્ષના યુવા બેટ્સમેન અને સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીરે પોતાની પ્રતિભાનો પરિચય કરાવતા મજબૂત સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે દુલીપ ટ્રોફીમાં મુશીરની આ ડેબ્યૂ મેચ હતી અને તેણે ડેબ્યૂ મેચમાં જ જોરદાર સદી ફટકારી હતી.

યશસ્વી-રિષભ-સરફરાઝ સસ્તામાં આઉટ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ થયેલી આ મેચમાં ભારત B ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. શુભમન ગિલની કપ્તાની હેઠળ ભારત A ના ઝડપી બોલરો દ્વારા અસરકારક બોલિંગ જોવા મળી હતી. આકાશ દીપ, અવેશ ખાન અને ખલીલ અહેમદે ભારત Bના ટોપ અને મિડલ ઓર્ડરના સ્ટાર બેટ્સમેનો યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, સરફરાઝ ખાન, કેપ્ટન અભિમન્યુ ઈશ્વરનને જલ્દી આઉટ કરી તેમના મોટા સ્કોરની આશા પર પાણી ફેરવ્યું હતું.

મુશીરે એક છેડો સાચવી રાખ્યો

એક તરફ આમ સ્ટાર ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ રહ્યા હતા અને બીજી તરફ મુશીર ખાન એકલાહાથે લડત આપી રહ્યો હતો. સતત વિકેટો પદઈ રહી હતી. 100 રનની અંદર ભારત Bની સાત વિકેટો પડી ગઈ હતી, છતાં મુશીરે એક છેડો સાચવી રાખ્યો અને ટીમના સ્કોરને પણ 200 ને પાર પહોંચાડ્યો, સાથે જ પોતાની સદી પૂરી કરી.

આ પણ વાંચો: 48 રનમાં 6 વિકેટ ગુમાવી, ત્યારબાદ અક્ષરે પટેલે 6 સિક્સરની મદદથી 86 રન ફટકારી ટીમને બચાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">