BCCI contracts: અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને હાર્દિક પંડ્યા A ગ્રેડ થી બહાર, રિદ્ધીમાન સાહાને પણ નુકશાન

BCCI દર વર્ષે અમુક પસંદગીના ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપે છે. બોર્ડે બુધવારે વાર્ષિક કોન્ટ્રાક્ટ (BCCI Annual contract 2022) ની યાદી જાહેર કરી છે.

BCCI contracts: અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને હાર્દિક પંડ્યા A ગ્રેડ થી બહાર, રિદ્ધીમાન સાહાને પણ નુકશાન
BCCI: A+ શ્રેણીના ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:11 PM

BCCI દર વર્ષે ખેલાડીઓ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ (BCCI Annual contract 2022) જાહેર કરે છે. તેણે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, A+ શ્રેણીના ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, ટેસ્ટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), અજિંક્ય રહાણે (Ajinkya Rahane) અને રિદ્ધિમાન સાહાને ચોક્કસપણે નુકસાન થયું છે. આ ત્રણેય ખેલાડીઓની સાથે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ તકલીફ પડી છે. આ તમામ ખેલાડીઓ હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યા છે.

BCCIએ ખેલાડીઓને 4 ગ્રેડમાં વિભાજિત કર્યા છે. ગ્રેડ A+, ગ્રેડ A, ગ્રેડ B અને ગ્રેડ C છે. ચારેય ગ્રેડની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. A+ ગ્રેડમાં ત્રણ ખેલાડીઓ છે. આમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ફાસ્ટ બોલર સામેલ હતા. તેમને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે. A ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળશે. બી ગ્રેડમાં આવતા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળશે. તે જ સમયે, ગ્રેડ સીના ખેલાડીઓને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. તમામ ખેલાડીઓનો નવો કરાર 1 ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 સુધીનો છે.

આ ખેલાડીઓને થયુ નુકસાન

ગયા વર્ષે, જ્યારે BCCIએ વાર્ષિક કરારની જાહેરાત કરી ત્યારે પૂજારા અને રહાણે A ગ્રેડમાં હતા. જો કે નવા કરારમાં બંનેને બી ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. પૂજારા અને રહાણે બંને છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ તેની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

હાલમાં જ BCCIએ વિવાદોમાં રહેલા વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ડિમોટ કરી દીધો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ નવી ડીલથી સૌથી વધુ નુકસાન થયું છે. હાર્દિક પહેલા A ગ્રેડમાં હતો. જો કે, હવે તેને બે ગ્રેડ નીચે એટલે કે ગ્રેડ સી માં મૂકવામાં આવ્યા છે. ઈજાના કારણે હાર્દિક લાંબા સમયથી ટીમની બહાર છે. ટીમ ઈન્ડિયામાં હાર્દિકની જગ્યાએ વેંકટેશ અય્યર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે.

કયા ખેલાડીનો કયા ગ્રેડમાં સમાવેશ

A+: રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ A: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, મોહમ્મદ શામી અને ઋષભ પંત B: ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્મા C: શિખર ધવન, હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, હનુમા વિહારી, યુઝવેન્દ્ર ચહલ, સૂર્ય કુમાર યાદવ, મયંક અગ્રવાલ, રિદ્ધિમાન સાહા અને દીપક ચહર.

આ પણ વાંચોઃ IPL: પાકિસ્તાનની ધરતી પર જ રહી ઓસ્ટ્રેલિયન ખેલાડીએ લગાવ્યા મરચાં, કહ્યુ આઇપીએલ આગળ PSL નું કંઇના આવે

આ પણ વાંચોઃ Rohit Sharma એ ખરીદી ચમચમાતી કરોડોની કિંમતની મોંઘીદાટ કાર, બ્લ્યૂ ટીમની જર્સી જેવો જ પસંદ કર્યો રંગ

g clip-path="url(#clip0_868_265)">