વેસ્ટ ઈન્ડિઝ સામેની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં બદલાયા ઘણા ચહેરા, 3 ખેલાડીઓ IN 4 ખેલાડીઓ OUT

કેરેબિયન પ્રવાસ માટે ભારત(India) ની ટી20 ટીમના 2 ખેલાડીઓ પણ ઈજા બાદ પરત ફર્યા છે. એકંદરે આ ટીમ સિલેક્શનમાં ટીમ ઈન્ડિયાના તે ખેલાડીઓ જોવા મળ્યા છે, જેઓ T20 વર્લ્ડ કપ રમવાના દાવેદાર છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં બદલાયા ઘણા ચહેરા, 3 ખેલાડીઓ IN 4 ખેલાડીઓ OUT
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં બદલાયા ઘણા ચહેરા
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 14, 2022 | 5:42 PM

Team India : વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ (Team India)નું એલાન કરવામાં આવ્યું હતુ, ટીમમાં કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યો છે, ટીમમાં અમુક ફેરફાર કરવામાં આવ્યો છે તેની ચર્ચા પહેલાથી જ કરવામાં આવી રહી હતી. તો કેટલાક ખેલાડીઓના અંદર આવવાની પણ ચર્ચા ચાલી રહી હતી, કેરેબિયન પ્રવાસ માટે ભારતીય ટી20માં 2 ખેલાડીઓ ઈજા માથી બહાર પણ આવ્યા હતા. ભારતીય ટીમમાં એ ખેલાડીઓના ચેહરાઓ જોવા મળ્યા હતા જે ટી20 વર્લ્ડકપ  (T20 World Cup)રમવા માટે દાવેદાર છે,વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતની ટી20 ટીમમાં 3 ખેલાડીઓ છે જેની પસંદગી કરવામાં આવી છે.

જેમાં કેએલ રાહુલ અને કુલદીપ યાદવ ઈજામાંથી પરત ફરી રહ્યા છે. એ 4 ખેલાડીઓ જે ટીમમાંથી બહાર થયા છે, તેમાં 3 ખેલાડીઓમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ ચહલને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ઉમરાન મલિકને પણ બહાર કરવામાં આવ્યો છે

કે.એલ રાહુલ, કુલદીપ યાદવ અને અશ્વિન ટીમની અંદર

કે.એલ રાહુલ અને કુલદીપ યાદવ એક સાથે ઈજાગ્રસ્ત થયા હતા. આ બંન્ને ખેલાડીઓની પસંદગી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ધરેલું ટી20 સીરિઝ માટે થઈ હતી પરંતુ સિરીઝ શરૂ થતા પહેલા જ બંનેને ઈજા થઈ હતી.કે.એલ રાહુલને ઈજા થઈ હતી જ્યારે કુલદીપ યાદવને આંગળીમાં ઈજા થઈ હતી પરંતુ બંન્ને ફીટ થઈ ટીમની અંદર સ્થાન મેળવ્યું છે.

આ બંન્ને સિવાય ટીમ ઈન્ડિયા ટી20 ટીમમાં અશ્વિનની વાપસી થઈ છે, ક્રિકેટના આ ફોર્મેટમાં 61 વિકેટો સાથે ભારત 4 સૌથી સફળ બોલર રહ્યો છે, અશ્વિને છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ છેલ્લા વર્ષ નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રાંચીમાં રમી હતી.

વિરાટ,બુમરાહ,ચહલને આરામ

જ્યારે આ 3 ખેલાડીઓ ટીમમાં પ્રવેશ્યા છે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને યુજી ચહલને આરામ આપવામાં આવ્યો છે. આમાં વિરાટ કોહલીએ પ્રવાસમાંથી આરામ માંગ્યો હતો જ્યારે બુમરાહ અને ચહલને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવ્યો છે.

આ સિવાય ઉમરાન મલિકને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20માં 4 ઓવરમાં 56 રન આપવાનો માર સહન કરવો પડ્યો હતો. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય ઉમરાન મલિક ટી-20 નહીં રમવા તરફ પણ ઈશારો કરી રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati