BANW vs INDW: બાંગ્લાદેશ સામે જીતથી ભારતનો સેમિ ફાઇનલનો રસ્તો ખુલી જશે, બંને દેશ વચ્ચે આવો રહ્યો છે રેકોર્ડ

|

Mar 21, 2022 | 9:17 PM

મહિલા વર્લ્ડ કપમાં મંગળવારે ભારત અને બાંગ્લાદેશની ટીમો સામસામે ટકરાશે. સેમિ ફાઇનલની રેસમાં બની રહેવા આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

BANW vs INDW: બાંગ્લાદેશ સામે જીતથી ભારતનો સેમિ ફાઇનલનો રસ્તો ખુલી જશે, બંને દેશ વચ્ચે આવો રહ્યો છે રેકોર્ડ
India Womens Team (PC: BCCI)

Follow us on

મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022) માં ભારતીય ટીમે છેલ્લી બે મેચ હાર્યા બાદ સેમિ ફાઈનલમાં પ્રવેશ માટે રસ્તો અઘરો બની ગયો છે. મંગળવારે બાંગ્લાદેશ સામેની મેચ જીતીને તે ફરી એકવાર આ રેસમાં મજબૂત સ્થિતિમાં પહોંચવા માંગશે. આ મેચ હેમિલ્ટનમાં રમાવાની છે. ભારત (Team India) અને બાંગ્લાદેશ માટે આ ખૂબ જ ખાસ મેચ છે. બાંગ્લાદેશને કોઇ પણ ભોગે આ મેચ જીતીને સેમિ ફાઈનલની રેસમાં રહેવા માંગશે.

પોઇન્ટ ટેબલની વાત કરીએ તો હાલમાં ભારતીય ટીમ પાંચ મેચમાં બે જીત અને ત્રણ હાર બાદ વર્લ્ડ કપ ટેબલમાં ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ ટેબલ પર અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા સ્થાને છે. આ ટેબલમાં માત્ર ટોપ-4 ટીમોને જ વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં પ્રવેશ મળશે. ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકાનું પણ સેમિ ફાઈનલ રમવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં હવે બાકીની ટીમો વચ્ચે છેલ્લા બે સ્થાન માટે સંઘર્ષ ચાલી રહ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારત માટે જો અને તો જેવી સ્થિતી

જો ભારતીય ટીમ તેની બાકીની બંને મેચ હારી જાય છે તો તેનું વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે. તો બીજી તરફ બંને મેચ જીતે છે તો ભારતની સેમિ ફાઇનલની ટિકિટ નિશ્ચિત થઇ શકે છે. આ એટલા માટે છે કારણ કે તેનો નેટ રન રેટ અન્ય બાકીની ટીમો કરતા સારો છે. જો ભારતીય ટીમ કોઈ એક મેચ હારે છે તો તેણે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. અન્ય ટીમોની તમામ મેચો પૂરી થયા બાદ સેમિ ફાઇનલ માટેની ટીમ નક્કી થશે.

 

બાંગ્લાદેશ સામે ભારતનો રેકોર્ડ દમદાર છે

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં ચાર વન-ડે મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ આ તમામ મેચ જીતી છે. એટલે કે બાંગ્લાદેશ સામે ભારતની જીત 100% છે. બંને વચ્ચે છેલ્લી મેચ 5 વર્ષ પહેલા 2017 માં રમાઈ હતી. તે મેચ ભારતીય ટીમે 9 વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચો : IPL 2022 : રિકી પોન્ટિંગ એ અમારા પરિવારના સભ્ય જેવો છે: રિષભ પંત

આ પણ વાંચો : SA vs BAN : દ. આફ્રિકા સામેની ત્રીજી વન-ડે પહેલા બાંગ્લાદેશ ટીમને પડ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડીએ ટીમનો સાથ છોડ્યો

Next Article