બાંગ્લાદેશના ક્રિકેટ ચાહકની શરમજનક કરતૂત, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાંની ઓછી ઉંચાઈની મજાક ઉડાવાઈ

બાંગ્લાદેશના પ્રશંસકે ફરી એકવાર તેમની સંવેદનહીનતા બતાવી છે અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા (Temba Bavuma) ની મજાક ઉડાવી છે.

બાંગ્લાદેશના ક્રિકેટ ચાહકની શરમજનક કરતૂત, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાંની ઓછી ઉંચાઈની મજાક ઉડાવાઈ
Temba Bavuma ની ઉંચાઈને લઈ મજાક કરાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 9:19 AM

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ (Bangladesh Cricket Team) અને તેના પ્રશંસકો તેમના અસંવેદનશીલ વલણ માટે ઘણી વખત ફીટકારનો ભોગ બન્યા છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કપાયેલી ગરદન સાથેની તસવીર હોય કે પછી શ્રીલંકા વિરૂદ્ધ નાગિન ડાન્સ હોય, બાંગ્લાદેશે અનેક પ્રસંગોએ એવા કૃત્યો કર્યા છે જેને જોઈને દરેકને શરમ આવે. ફરી એકવાર આવું બન્યું છે. આ વખતે પણ બાંગ્લાદેશના ચાહકોએ એવું કામ કર્યું છે કે દરેક તેમની ટીકા કરી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2022 માટેની બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા (Bangladesh Vs South Africa) વચ્ચેની પ્રેક્ટિસ મેચનો આ કિસ્સો છે.

આ મેચ બુધવારે યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ મેચ પહેલા સ્વાભાવિક રીતે જ બાંગ્લાદેશના ચાહકો ઉત્સાહિત હશે અને દરમિયાન તેમણે ભૂલ કરી. આ કૃત્ય દર્શાવે છે કે તે અન્ય પ્રત્યે કેટલુ અસંવેદનશીલ વલણ ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 21-12-2024
Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ

બાવુમાની ઊંચાઈની મજાક ઉડાવી

આ મેચ પહેલા અબુ ધાબી T10 લીગ ટીમ બંગાળ ટાઈગર્સે એક ટ્વિટ કર્યું જેમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને આફ્રિકાના કેપ્ટન બાવુમા સાથે એક ફોટો છે. આ ફોટામાં ગરબડ છે. બાવુમાની ઊંચાઈ ઓછી છે અને આ માટે તેની મજાક ઉડાવવામાં આવી છે. બંગાળ ટાઈગર્સના ટ્વિટર હેન્ડલ પર આ મેચના સમય અને તારીખ વિશે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું અને તેની સાથે બંને કેપ્ટનના ફોટા પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આમાં સાકિબનો ફોટો મોટો છે જ્યારે બાવુમાનો ફોટો ઘણો નાનો છે.

બંગાળ ટાઈગર્સનું ટ્વિટર હેન્ડલ જોવામાં આવે તો તેના બાયોમાં લખ્યું છે કે તેઓ અબુ ધાબી લીગમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરે છે.

મહેન્દ્ર સિંહ ધોનીની પણ મજાક ઉડાવાઈ હતી

બાંગ્લાદેશના ચાહકોએ આ પ્રકારનું કૃત્ય ઘણી વખત કર્યું છે. 2015માં જ્યારે મુસ્તફિઝુર રહેમાન આવ્યો ત્યારે ભારતીય બેટ્સમેન તેની સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આ પછી એક પ્રશંસકે ભારતીય ખેલાડીઓનો ફોટો જાહેર કર્યો હતો જેમાં ભારતીય ખેલાડીઓએ પોતાનું અડધું માથું મુંડાવ્યું હતું. તેની સાથે મુસ્તાફિઝુરનો ફોટો પણ હતો.

આ પછી, 2016 માં એશિયા કપ પહેલા, બાંગ્લાદેશના એક પ્રશંસકે વધુ એક ફોટો બનાવ્યો જેમાં બાંગ્લાદેશના બોલર તસ્કીન અહેમદના હાથમાં ધોનીનું કપાયેલું માથું હતું. નિદાહાસ ટ્રોફીમાં શ્રીલંકાને હરાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમે નાગિન ડાન્સ કર્યો હતો અને તેને લઈને ઘણો વિવાદ પણ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">